Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

બંને શાળાનું મેયરના હસ્તે લોકાર્પણ કરાયું:રૂ.3.26 કરોડના ખર્ચે ઠક્કરનગરમાં નવી શાળા, નરોડાની શાળામાં વર્ગખંડ વધાર્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 1 views
બંને શાળાનું મેયરના હસ્તે લોકાર્પણ કરાયું:રૂ.3.26 કરોડના ખર્ચે ઠક્કરનગરમાં નવી શાળા, નરોડાની શાળામાં વર્ગખંડ વધાર્યા
શહેરના પૂર્વ વિસ્તારમાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ.3.26 કરોડના ખર્ચે એક નવી શાળા અને એક શાળામાં વર્ગખંડોમાં વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે પૂર્વ વિસ્તારમાં સરકારી સ્કૂલોમાં વધુ એક હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે. મ્યુનિ.સ્કૂલ બોર્ડ સંચાલિત પબ્લિક સ્કૂલોમાં અંગ્રેજી માધ્યમ સહિતની શાળાઓમાં એડમીશન લેવા માટે ઘણીવાર વેઈટીંગ જોવા મળતુ હોય છે. ત્યારે ઠક્કરનગર અને નરોડામાં વિદ્યાર્થીઓની વધતી જતી સંખ્યાને જોતા નવી શાળા અને વર્ગખંડો વધારવાનું આયોજન મ્યુનિ દ્વારા કરવામાં આવ્યું છે. આ બંને શાળાનું સોમવારે લોકાપર્ણ કરાયુ છે. સમગ્ર શિક્ષા અભિયાન, ગાંધીનગર દ્વારા રૂ.1.21 કરોડના ખર્ચે તૈયાર થયેલી નવ નિર્મિત ઠકકરબાપાનગર વિધાનસભા વિસ્તારની “છત્રપતિ શિવાજી મહારાજ પબ્લિક સ્કૂલ” અને રૂ.2.05 કરોડના ખર્ચે નરોડા વિધાનસભા વિસ્તારની એસ.આર.પી. ગુજરાતી શાળા નં.2 ના વધારાના 6 વર્ગખંડોનું મેયર હિતેશ બારોટના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેનાથી એક હજાર કરતાં વધારે બાળકોને આ બંને શાળાઓમાં પ્રવેશની સાથે શિક્ષણનો લાભ મળશે. આ પ્રસંગે ઠક્કનગરમાં મ્યુનિ.ની 22 સ્કૂલના 10 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓને મેયરના હસ્તે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઠકકરબાપાનગર અને એસ.આર.પી.ગુજરાતી.શાળા નં.2માં ઉપસ્થિત વિશાળ સંખ્યામાં વાલીઓ અને તેમના બાળકો સાથે મેયરે સંવાદ કર્યો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan