top
કોર્ટ વિભાજનના વિરોધમાં મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનનો નિર્ણય:33 દિવસની હડતાળનો અંત, સીએમની ખાતરી બાદ વકીલો કોર્ટમાં પરત ફરશે
મહેસાણામાં કોર્ટ વિભાજનના વિરોધમાં છેલ્લા 33 દિવસથી ચાલી રહેલી વકીલોની હડતાળનો મંગળવારે અંત આવ્યો છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની મળેલી અગત્યની સામાન્ય સભામાં સર્વાનુમતે હડતાળ પરત ખેંચવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ બારના પ્રશ્નોની રજૂઆત કરાયા બાદ તેમણે સમગ્ર મામલે હકારાત્મક દિશામાં પગલાં ભરવાની ખાતરી આપી હતી. આ આશ્વાસન અને વકીલોની સંમતિને ધ્યાને રાખીને હડતાળ સત્તાવાર રીતે પૂર્ણ કરવાનો ઠરાવ પસાર કરાયો હતો. ધારાસભ્ય અને શહેર ભાજપ પ્રમુખે મુખ્યમંત્રી સાથે મુલાકાત ગોઠવવામાં તથા વકીલોના પ્રશ્નોની રજૂઆત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. કોર્ટ વિભાજનના પ્રશ્નનો કાયમી અને ઝડપી ઉકેલ લાવવા વિશેષ ફોલોઅપ કમિટી રચવાનો પણ નિર્ણય લેવાયો છે.
Read full article on Divya Bhaskar