Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

દીપક ટોકીઝથી ચેતન માર્ટ સુધીનો રસ્તો 36 દિ' સુધી બંધ:વૈકલ્પિક રસ્તો સુભાષ માર્કેટથી દરબારગઢ-ચાંદી બજાર તરફ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 1 views
દીપક ટોકીઝથી ચેતન માર્ટ સુધીનો રસ્તો 36 દિ' સુધી બંધ:વૈકલ્પિક રસ્તો સુભાષ માર્કેટથી દરબારગઢ-ચાંદી બજાર તરફ
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની સુવિધા માટે સીવીલ સેન્ટ્રલ ઝોન વોર્ડ નં. 9 માં મહત્વના માર્ગ પર સી.સી. રોડનું કામ શરૂ કરવામાં આવી રહ્યું છે. જામનગર મનપા કમિશ્નર દીપેશ કેડિયા (IAS) દ્વારા મળેલી સત્તાની રૂએ જાહેર જનતા માટે આ અંગેની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરીને 36 દિવસ માટે વાહનવ્યવહાર ડાયવર્ટ કરવામાં આવ્યો છે. જાહેર નોટિસ મુજબ, દીપક ટોકીઝથી ચાંદી બજાર પોસ્ટ ઓફિસ તેમજ ચાંદી બજાર સર્કલ થઈ માંડવી ટાવર સુધીના રસ્તા પર સી.સી. રોડની કામગીરી હાથ ધરાનાર છે. જેના પ્રથમ તબક્કા રૂપે દીપક ટોકીઝ (સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ)થી ચેતન પેપર માર્ટ સુધીના માર્ગ પર સી.સી.રોડનું કામ શરૂ કરાશે. આ કામગીરીના કારણે તા.15/11/2026 થી તા.20/12/2026 સુધી આ રસ્તો તમામ પ્રકારના વાહનવ્યવહાર માટે પૂર્ણપણે બંધ રહેશે. રસ્તો બંધ રહેવાના સમયગાળા દરમિયાન સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ દીપક ટોકીઝ (સજુબા ગર્લ્સ હાઈસ્કૂલ) થી સુભાષ શાક માર્કેટ થઈ દરબારગઢ સર્કલ થઈને ચાંદી બજાર સર્કલ તરફના વૈકલ્પિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે જાહેર હિતમાં લેવાયેલા આ નિર્ણયમાં તમામ નાગરિકો સહયોગ આપે. જો કોઈ વ્યક્તિ આ હુકમનો ભંગ કરશે તો તેની સામે જી.બી.પી.એમ.સી. એક્ટ 1959 ની કલમ-392 અનુસાર કાયદેસરની દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan