Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

લઠ્ઠાકાંડ બાદ વરતેજ પોલીસે કમળેજમાંથી શખ્સને ઝડપ્યો:રોયલ સ્ટેગની નકલી બોટલો ફોડી પુરાવાનો નાશ કર્યો હોવાનો પર્દાફાશ, 4 દિવસના રિમાન્ડ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
લઠ્ઠાકાંડ બાદ વરતેજ પોલીસે કમળેજમાંથી શખ્સને ઝડપ્યો:રોયલ સ્ટેગની નકલી બોટલો ફોડી પુરાવાનો નાશ કર્યો હોવાનો પર્દાફાશ, 4 દિવસના રિમાન્ડ
ભાવનગરમાં સર્જાયેલા ગંભીર લઠ્ઠાકાંડની ઘટના બાદ પોલીસ તંત્ર દ્વારા ગેરકાયદે દારૂના નેટવર્ક સામે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વરતેજ પોલીસે બાતમીના આધારે કમળેજ ગામે દરોડો પાડી એક શખ્સને રોયલ સ્ટેગ દારૂની બોટલ, તૂટેલી બોટલોના ઢાંકણા અને મોબાઈલ સહિત 8,500 રૂપિયાના મુદ્દામાલ સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે. પ્રાથમિક પૂછપરછમાં ઝડપાયેલા શખ્સે વરતેજના મુખ્ય બુટલેગર પાસેથી 5 પેટી દારૂ મેળવી હોવાનું અને લઠ્ઠાકાંડના સમાચાર વાયરલ થતાં પુરાવાનો નાશ કરવા માટે વધેલી બોટલો ફોડીને ફેંકી દીધી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી છે. ખરાબ ગુણવત્તાવાળો દારૂ પીવાથી મોત થતાં આરોપીએ બોટલો ફોડી નાખી વરતેજ પોલીસના જણાવ્યા અનુસાર, કમળેજ ગામના આવડ માતાના મંદિર પાસે રહેતા જયકીશન ઉર્ફે જે.કે. કાનાભાઈ ડાંગરની 8,500 રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે, 5 ઓગસ્ટ, 2026ના રોજ તેણે વરતેજના હરદિપસિંહ અભેસંગ મોરી પાસેથી પેટી દીઠ 8,500 રૂપિયા લેખે કુલ 42,500 રૂપિયા ચૂકવીને 5 પેટી રોયલ સ્ટેગ મેળવી હતી. આ દારૂમાંથી દુર્ગંધ આવતી હોવાથી અને ગ્રાહકોએ માલ ખરાબ હોવાની ફરિયાદ કરતાં તેણે હરદીપસિંહને માલ બદલી આપવા કહ્યું હતું. જોકે 18 ઓગસ્ટ 2026ના રોજ ભાવનગરમાં દારૂ પીવાથી લોકોના મોતના સમાચાર આવતાં હરદીપે ફોન સ્વિચ ઓફ કરી દીધો હતો, જેથી ડરી ગયેલા જયકીશને વધેલી બોટલો ફોડીને કંતાનમાં બાંધી ઘર સામે આવેલા નેરાના ઝાડી-ઝાંખરામાં ફેંકી દીધી હતી. પોલીસે સ્થળ પરથી 20 બોટલોના ઢાંકણા અને કાચના ટુકડા જપ્ત કર્યા આરોપીની કબૂલાતના આધારે પોલીસે ઘટનાસ્થળે સર્ચ ઓપરેશન હાથ ધરીને ફેંકી દેવાયેલી બોટલોના કાચના ટુકડા, સ્ટીકરો અને રોયલ સ્ટેગ બ્રાન્ડની 20 જેટલી બોટલોના ઢાંકણા રિકવર કરી કબ્જે લીધા હતા. આ જથ્થો ડુપ્લિકેટ કે ઝેરી કેમિકલયુક્ત હતો કે કેમ તે અંગે એફએસએલ (FSL) ની મદદથી તપાસ શરૂ કરવામાં આવી છે. કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા વરતેજ પોલીસે આ મામલે કમળેજના જયકિશન ઉર્ફે જે.કે. ડાંગર તેમજ વરતેજના હરદીપસિંહ અભેસંગ મોરી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ઝડપાયેલા આરોપી જયકિશનને કોર્ટમાં રજૂ કરીને 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે, જ્યારે ફરાર થઈ ગયેલા મુખ્ય સપ્લાયર હરદીપસિંહને ઝડપી પાડવા અને આ નકલી દારૂના મૂળ સ્ત્રોત સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan