crime
ગાંધીનગર મનપાની ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા:તૂટેલા રસ્તા પર થીગડા બાદ ફોટો સેશન, ધો.4ના વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને પ્રેમ પત્ર લખ્યો,આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
સોમનાથ મંદિર, કમલમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ગુજરાતને ફરી એક વાર મળી બોમ્બની ધમકી. સોમનાથ મંદિર, કોબા કમલમને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી.'અલ્લાહ-હૂ-અકબર, ખાલિસ્તાન'નો મેઈલમાં ઉલ્લેખ, પંજાબ પોલીસને મેઈલ મળ્યા બાદ ગુજરાત પોલીસને જાણ કરી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ગાંધીનગર મનપા ચૂંટણી માટે સેન્સ પ્રક્રિયા શરુ ગાંધીનગર મનપા ચૂંટણી માટે ભાજપમાં ઉમેદવારોની પસંદગી માટે મંથન.. ત્રણ સ્થળે સેન્સ પ્રક્રિયા શરૂ કરાઈ.. પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી સહિતના 3 નિરીક્ષક દાવેદારોને સાંભળશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો સાંઢિયાપુલ નજીક બેરીકેટ હટાવતા ફરજ રુકાવટની ફરિયાદ સાંઢિયાપુલ નજીક બેરીકેટ હટાવતા પોલીસે ફરજ રુકાવટની ફરિયાદ નોંધી.. પદ્મિનીબાએ આક્ષેપ કરતા કહ્યું કે પોલીસ બેરીકેટ લગાવતા પ્રજા હેરાન થાય છે, વિપક્ષમાં છું એટલે મારી સામે કાર્યવાહી કરી, 100 ફરિયાદ કરશે તો પણ હું સત્યની સામે લડીશ.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ભાદરવી પૂનમ મહામેળા માટે STની 6000 એક્સ્ટ્રા બસ ભાદરવી પૂનમ મહામેળાને લઈ 26 સપ્ટેમ્બરે STની 6000 એક્સ્ટ્રા બસ દોડશે જે 30 હજાર એક્સ્ટ્રા ટ્રીપનું આયોજન કરાયું છે..હર્ષ સંઘવીએ અમદાવાદથી નવી 180 બસને લીલીઝંડી આપી... આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો તૂટેલા રસ્તા પર થીગડા બાદ ફોટો સેશન સુરતમાં તૂટેલા રસ્તા પર થીગડાં બાદ નારિયેળ ફોડી નેતાઓનું ફોટો સેશન.. રિપેરિંગ કામ પૂર્ણ થતા ગોથાણ-ઉમરા માર્ગને ભાજપ કોર્પોરેટરોએ ફરીથી શરૂ કરાવ્યો, આનાથી 25000થી વધુ વાહનચાલકોને રાહત મળશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ચાર્જ લાગુ થાય તે પહેલાં જ વેપારીઓમાં સળવળાટ UPI પેમેન્ટ પર ચાર્જ લાગુ થાય તે પહેલા કાપડ વેપારીઓએ બિલ પરથી ક્યુઆર કોડ દૂર કર્યા..ચેક અને કેશથી જ વ્યવહાર કરવાની વાત કરી. 15 ઓક્ટોબરથી UPI પેમેન્ટમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ધો.4ના વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને પ્રેમ પત્ર લખ્યો અમદાવાદના સીટીએમ વિસ્તારની બ્રાઈટ અંગ્રેજી મીડિયમ સ્કૂલના ધો. 4 ના વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીને I LOVE YOU લખેલી ચિઠ્ઠી આપી.. શિક્ષકને જાણ કરતા તેને ફૂટપટ્ટીથી ફટકાર્યો. દીકરાની માતાએ શિક્ષક અને પ્રિન્સિપાલ સામે ફરિયાદ નોંધાવી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો અમીષ પટેલ અપમૃત્યુ કેસમાં ન્યાયની માગ સુરતના સારોલીમાં અમીષ પટેલ અપમૃત્યુ કેસમાં ન્યાયની માંગ સાથે વિશાળ રેલી કાઢવામાં આવી. પરિવારે કહ્યું 'અકસ્માત નહીં, હત્યા છે', IGએ કહ્યું -' તપાસ અન્ય અધિકારીને સોંપાશે' આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આવતીકાલે SOU ખાતે યોજાશે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ આવતી કાલે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે નેશનલ ફિલ્મ એવોર્ડ્સ યોજાશે. 72 વર્ષમાં પહેલીવાર છે જ્યારે નેશનલ એવોર્ડની જગ્યા બદલાઈ છે. અવોર્ડમાં બોલિવૂડ-સાઉથ સ્ટાર્સનો જમાવડો; મહેમાનોને ગુજરાતી ભોજન પિરસાશે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી રાજ્યમાં આજથી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી.અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અને વોલર્માક લો પ્રેશરની અસરથી 40 કિમીની ઝડપે ઠંડા પવન ફૂંકાશે. .સૌરાષ્ટ્ર-કચ્છમાં યલો અલર્ટ આપવામાં આવ્યું. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
Read full article on Divya Bhaskar