Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

નાપાસને પાસ કરાવવા ઉત્તરવહી બદલવાના કેસમાં 4ની અટકાયત:MBBS કૌભાંડમાં વિદ્યાર્થી પકડાયો હવે યુનિ.ના બે કર્મીની અટકાયત થશે

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 3 views
નાપાસને પાસ કરાવવા ઉત્તરવહી બદલવાના કેસમાં 4ની અટકાયત:MBBS કૌભાંડમાં વિદ્યાર્થી પકડાયો હવે યુનિ.ના બે કર્મીની અટકાયત થશે
2018માં MBBS પ્રથમ વર્ષની પરીક્ષામાં નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરાવવા ઉત્તરવહીઓ બદલવાના કૌભાંડમાં 2025 માં નોંધાયેલ કેસમાં તપાસ આગળ વધી છે. આ કેસમાં અત્યાર સુધી કુલ ચાર આરોપીઓની અટકાયત કરવામાં આવી છે. જેમાં વિદ્યાર્થી પાર્થ અશોકકુમાર મહેશ્વરીની તાજેતરમાં અટકાયત કરાઈ હતી. 2 નવેમ્બર સુધીના તેના રિમાન્ડ મંજૂર થયા હતા. રિમાન્ડ પૂર્ણ થતા હાલમાં જેલ હવાલે કરવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હવે ફરિયાદ આધારિત તપાસમાં ઉત્તરવહીઓ બદલવામાં મદદ કરનારા બાકી રહેલા યુનિવર્સિટીના બે આઉટસોર્સ કર્મચારીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. આ બંનેની અટકાયત બાકી હોવાથી તપાસમાં તેમના સુધી પહોંચવું પોલીસ માટે મહત્ત્વનું બન્યું છે. પોલીસ દ્વારા હવે આગળની તપાસ માટે બંને આઉટસોર્સ કર્મચારીઓની અટકાયત કરીને આગળની કડીઓ જોડી સમગ્ર કેસ ના પુરાવા એકત્ર કરશે. આ કેસમાં અગાઉ કનુભાઈ તેજાભાઈ ચૌધરી,રાજદીપ કોડીયાતર અને પરિમલ પટેલની અટકાયત થઈ ચૂકી છે. તપાસ દરમિયાન વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી સમક્ષ સોગંદનામું રજૂ કરી દિવ્યેશ પટેલના ઘરે જઈ ઉત્તરવહીઓ બદલાવી હોવાની કબૂલાત કરી હોવાનું સામે આવ્યું હતું. આ ગેરરીતિમાં યુનિવર્સિટીના આઉટસોર્સ કર્મચારીઓ દિવ્યેશ પટેલ અને ઉદય ઓઝાની ભૂમિકા સામે આવી છે. તેવું પોલીસ સુત્રો એ જણાવ્યું હતું.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan