Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

સતલાસણાના ઉમરેચામાં બેફામ ગેરકાયદેસર વૃક્ષછેદનથી ખળભળાટ:સર્વે નંબર 428 માં મંજૂરી વગર લીલાંછમ વૃક્ષો કપાયા; વૃક્ષમાફિયાઓ સામે પંચનામું કરવા મામલતદારને રજૂઆત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 28, 2026 👁 2 views
સતલાસણાના ઉમરેચામાં બેફામ ગેરકાયદેસર વૃક્ષછેદનથી ખળભળાટ:સર્વે નંબર 428 માં મંજૂરી વગર લીલાંછમ વૃક્ષો કપાયા; વૃક્ષમાફિયાઓ સામે પંચનામું કરવા મામલતદારને રજૂઆત
મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ઉમરેચા ગામે વ્યાપક પ્રમાણમાં ગેરકાયદેસર વૃક્ષછેદન થતું હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ગામના સર્વે નંબર 428 માં કોઈપણ પ્રકારની અધિકૃત પરવાનગી વગર લીલાંછમ વૃક્ષો કાપી નાખવામાં આવતા સ્થાનિક સ્તરે રોષ વ્યાપ્યો છે. આ મામલે જાગૃત નાગરિક ધનાભાઈ ચૌધરી દ્વારા તંત્ર સમક્ષ લેખિત રજૂઆત કરી કડક કાનૂની કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે. સ્થળ પર વૃક્ષછેદન ચાલુ હોવાનો આક્ષેપ મળતી માહિતી મુજબ સર્વે નંબર 428 માં અગાઉ પણ મોટા પ્રમાણમાં વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવ્યું હતું. ચોંકાવનારી બાબત એ છે કે હજુ પણ સ્થળ પર બેરોકટોક વૃક્ષછેદનની પ્રવૃત્તિઓ ધમધમી રહી છે. વૃક્ષમાફિયાઓ દ્વારા કાયદા કે વહીવટી તંત્રની પરવા કર્યા વિના પર્યાવરણને ખુલ્લેઆમ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે, જેના કારણે પર્યાવરણપ્રેમીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થળ તપાસ અને પંચનામાની માંગ અરજદાર ધનાભાઈ ચૌધરીએ મામલતદારને રજૂઆતમાં આશંકા વ્યક્ત કરી છે કે તાત્કાલિક પગલાં નહીં ભરાય તો કપાયેલાં વૃક્ષો અને અન્ય પુરાવાઓને સગેવગે કરી દેવાશે. પુરાવા નષ્ટ થાય તે પહેલાં અધિકારીઓ અને સ્વતંત્ર પંચોની ઉપસ્થિતિમાં તાત્કાલિક સ્થળ તપાસ કરી પંચનામું કરવા તેમજ ફોટોગ્રાફ્સ અને વીડિયોગ્રાફી સાથેના પુરાવાઓ સુરક્ષિત રાખવા માંગ કરવામાં આવી છે. ઉચ્ચ કક્ષાએ લિખિત રજૂઆત કરાઈ આ ગંભીર પ્રકરણ અંગે સતલાસણા મામલતદાર સમક્ષ કાયદાકીય જોગવાઈઓ ટાંકીને રજૂઆત કરાઈ છે. ગુજરાત પંચાયત અધિનિયમ અને પર્યાવરણના કાયદાઓ હેઠળ જવાબદાર વૃક્ષમાફિયાઓ વિરુદ્ધ દાખલારૂપ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે. આ મામલે મહેસાણા જિલ્લા કલેક્ટર, નાયબ વન સંરક્ષક અને સ્થાનિક પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓને પણ નકલો મોકલી આપી સંયુક્ત તપાસની માંગ કરાઈ છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan