Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર, 44 બેઠકો પર યોજાશે મતદાન; જાણો સમગ્ર વિગત

📰 The Indian Express 🕐 1 min read 📅 September 16, 2026 👁 1 views
ગાંધીનગર મનપા ચૂંટણીની તારીખો જાહેર, 44 બેઠકો પર યોજાશે મતદાન; જાણો સમગ્ર વિગત
ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકા (GMC) ની ચૂંટણીઓ માટેની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી ગઈ છે. ગાંધીનગર મનપાના વિવિધ વોર્ડ માટે ચૂંટણી કાર્યક્રમ અને મતદાનની તારીખો અંગે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. જે અનુસાર 11 વોર્ડની 44 બેઠક પર 11 ઓક્ટોબરે મતદાન યોજાશે અને 13મી ઓક્ટોબરે મતગણતરી હાથ ધરાશે. ચૂંટણી જાહેર થતા આજથી જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચ દ્વારા પત્રકાર પરિષદ યોજીને જાહેરાત કરવામાં આવતાં જ ગાંધીનગર મનપા વિસ્તારમાં ચૂંટણી આચારસંહિતા અમલી બની ગઈ છે. ચૂંટણી પંચ દ્વારા જાહેરનામું બહાર પડ્યા બાદ ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 26 સપ્ટેમ્બર 2026 રહેશે, જેના માટે ચકાસણી 28 સમ્ટેમ્બર 2026 અને ફોર્મ પાછા ખેંચવાની તારીખ 29 સપ્ટેમ્બર 2026 રહેશે. મતદાન અને ચૂંટણી પરિણામ યોગ્ય તારીખો પર ઈવીએમ (EVM) દ્વારા મતદાન 11-10-2026 રવિવારના રોજ થશે અને અને 13-10-2026 દિવસે મતગણતરી કરીને પરિણામો જાહેર કરાશે. આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, IMD એ જાહેર કર્યું થંડરસ્ટોર્મ અલર્ટ રાજકીય પક્ષોમાં ઉત્સાહ અને તૈયારીઓ ગાંધીનગર મનપાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાવાની શક્યતા છે. તમામ પક્ષોએ સ્થાનિક વોર્ડ લેવલે મિટિંગો અને બેઠકોનો દોર શરૂ કરી દીધો છે. પાણી, રસ્તા, સફાઈ અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓ પર આ ચૂંટણીમાં મુખ્ય ધ્યાન કેન્દ્રિત રહેશે.
Read full article on The Indian Express

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan