Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

બનાસકાંઠામાં બુટલેગરો સામે પોલીસની સઘન કાર્યવાહી:ક્રોસ રેડમાં 45 પ્રોહિબિશન કેસ, અન્ય ગુના પણ નોંધાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 12, 2026 👁 6 views
બનાસકાંઠામાં બુટલેગરો સામે પોલીસની સઘન કાર્યવાહી:ક્રોસ રેડમાં 45 પ્રોહિબિશન કેસ, અન્ય ગુના પણ નોંધાયા
બનાસકાંઠા જિલ્લામાં દારૂની હેરાફેરી, વેચાણ અને ઉત્પાદન કરતા બુટલેગરો સામે પોલીસે સઘન કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા પોલીસની 20થી વધુ ટીમોએ સ્થાનિક વિસ્તાર સિવાયના અન્ય પોલીસ મથક વિસ્તારમાં કુખ્યાત બુટલેગરોને ત્યાં ક્રોસ રેડ કરી હતી. આ કાર્યવાહીમાં 45 પ્રોહિબિશન કેસ સહિત અન્ય ગુનાઓ પણ નોંધાયા છે. પોલીસે 400થી વધુ બુટલેગરોને નિશાન બનાવી આ દરોડા પાડ્યા હતા. આ અભિયાન પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ અને પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેની સૂચનાથી હાથ ધરવામાં આવ્યું હતું. પાલનપુરના નાયબ પોલીસ અધિક્ષક જે.જે. ગામીત અને ડીસાના નાયબ પોલીસ અધિક્ષક સી.એલ. સોલંકીની રાહબરી હેઠળ એલસીબી સહિતની ટીમો દ્વારા જિલ્લાના અલગ-અલગ વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. ક્રોસ રેડ દરમિયાન કુલ 45 પ્રોહિબિશન કેસ, 307 પ્રોહિબિશન નીલ રેડ, 1 જી.પી. એક્ટ 135નો કેસ અને 1 જુગારનો કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે દારૂબંધીના કાયદાનો ભંગ કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસના જણાવ્યા મુજબ, દારૂની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સદંતર બંધ કરવાના હેતુથી આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી યથાવત્ રાખવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan