Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

સ્પેનમાં હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, મોતનો આંકડા વધીને 46 પર પહોંચ્યો

📰 Abp News 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
સ્પેનમાં હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ટક્કર, મોતનો આંકડા વધીને 46 પર પહોંચ્યો
મધ્ય સ્પેનના ટોલેડો પ્રાંતમાં બે હાઈ-સ્પીડ ટ્રેનો વચ્ચે ભયાનક ટક્કર થઈ છે. આ અકસ્માતમાં આશરે 46 લોકોનાં મોત થયાં હોવાની અને 179 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. જોકે, મૃત્યુઆંકમાં વધારો થવાની પણ શક્યતા છે. ધ ગાર્જિયનના અહેવાલ મુજબ, સ્પેનના રેલવે અધિકારીઓએ જણાવ્યું છે કે બુધવારે સવારે બે ટ્રેનો પાછળથી અથડાતાં મેડ્રિડ અને દક્ષિણ સ્પેનના આંદાલુસિયા વિસ્તાર વચ્ચેની રેલવે સેવા બંધ કરી દેવામાં આવી છે. ધ ગાર્જિયનના જણાવ્યા અનુસાર, અધિકારીઓ હજુ સુધી અકસ્માતનું ચોક્કસ કારણ જાણી શક્યા નથી. આ અકસ્માત અગાઉના એડામુઝ રેલવે અકસ્માત કરતાં પણ વધુ ભયાનક હોઈ શકે છે. એ અકસ્માતમાં 46 લોકોનાં મોત થયાં હતાં. સ્પેનના સરકારી પ્રસારણકર્તા TVEએ જણાવ્યું છે કે આ અકસ્માત ત્યારે થયો, જ્યારે એક ઝડપી ટ્રેન બીજી ટ્રેનના પાછળના ભાગ સાથે અથડાઈ હતી. આ ટક્કરને કારણે બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ટોલેડો શહેર નજીક આવેલા ઉર્ડાના મેયર મેન્યુઅલ ગાલાને જણાવ્યું કે ઇમરજન્સી સેવાઓએ ઘાયલોને રાખવા માટે એક સ્પોર્ટ્સ હોલ તૈયાર કરવા તેમને સૂચના આપી છે. બીજી તરફ, સ્પેનમાં ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રાજકીય પક્ષોએ પોતાના કાર્યક્રમો રદ કરી દીધા છે. વડાપ્રધાન પેડ્રો સાંચેઝે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. સ્પેનના વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે તેઓ પરિવહન મંત્રી અને કાસ્ટિલા-લા માંચાના પ્રમુખના સતત સંપર્કમાં છે. તેમણે કહ્યું કે ઇમરજન્સી સેવાઓ અસરગ્રસ્ત લોકોને મદદ કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે ઘટનાસ્થળે કામગીરી કરી રહી છે. આ સેવાઓ સંબંધિત વહીવટી તંત્ર સાથે મળીને કામ કરી રહી છે. તેમણે દુર્ઘટનામાં અસરગ્રસ્ત તમામ લોકો અને તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. ટ્રેનોમાં 500થી વધુ મુસાફરો સવાર હતા અધિકારીઓના જણાવ્યા અનુસાર, બુધવારે થયેલી આ ટક્કરનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, આ ટ્રેનો AVE અને Iryo દ્વારા સંચાલિત હતી. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે ટક્કર બાદ ઓછામાં ઓછા બે ડબ્બા પાટા પરથી નીચે ઉતરી ગયા હતા. અહેવાલો અનુસાર, બંને ટ્રેનોમાં આશરે 500થી વધુ મુસાફરો સવાર હતા. ઇટાલીએ સ્પેન પ્રત્યે સંવેદના વ્યક્ત કરી સ્પેનમાં થયેલા આ ભયાનક અકસ્માત અંગે ઇટાલીની સરકારે પણ નિવેદન જાહેર કર્યું છે. ઇટાલીની સરકારે જણાવ્યું કે ટોલેડો નજીક થયેલી આ દુર્ઘટનાની મુશ્કેલ ઘડીમાં ઇટાલી સ્પેન અને ત્યાંના લોકોની સાથે ઊભું છે. ઇટાલીની સરકારે દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકો, ઘાયલો અને બચાવ કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan