business
વેરાવળમાં કાલે 5 કલાક વીજળી બંધ રહેશે:11 kV વિદ્યુતનગર ફીડરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાના કામને લીધે લેવાયો નિર્ણય
વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા ગુરુવાર, 10 સપ્ટેમ્બર 2026 ના રોજ સવારે 9 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી વીજળી બંધ રહેશે. આ વીજ કાપ 11 કેવી વિદ્યુતનગર ફીડરમાં અન્ડર ગ્રાઉન્ડ કેબલ નાખવાની કામગીરીને કારણે લેવાયો છે. આના કારણે 60 ફૂટ રોડ, 66kV પાછળનો વિસ્તાર, વિવેકાનંદ સોસાયટી, જાગૃતિ સોસાયટી, દેવ પાર્ક રોડ, સરદાર સોસાયટી, વાણંદ સોસાયટી, આરતી એપાર્ટમેન્ટ રોડ, ગોલારાણા, પંચવટી વિસ્તાર, ગીતાનગર-2, શ્રીપાલ સોસાયટી, હવેલી પાછળનો વિસ્તાર, સમૃદ્ધ પાર્ક, મહિલા કોલેજ રોડ, ગંગાનગર રોડ, વૃજ રેસીડેન્સી, જાગનાથ નગર, શ્રી શ્રી પાર્ક, સાઈધામ સોસાયટી અને ગોકુલ ધામ સોસાયટી સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે. સમારકામ પૂરું થયા પછી કોઈપણ પ્રકારની જાણ કર્યા વગર વીજ પુરવઠો ફરીથી ચાલુ કરી દેવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોને આની નોંધ લેવા જણાવાયું છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. પરિવારના સભ્યોની સલામતી માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાવવી જરૂરી છે, જેથી વીજ અકસ્માતનું જોખમ ઘટે છે. આ રીતે આપણે સૌ વીજ અકસ્માત અટકાવવામાં મદદરૂપ થઈ શકીએ છીએ.
Read full article on Divya Bhaskar