crime
ગુજરાત હાઇકોર્ટ દ્વારા અરજદારને 5 લાખનો દંડ:વિસનગરની કોલેજને જર્જરિત હોવાથી ટ્રાન્સફર કરવાના ઓઠા હેઠળ મૂળ જગ્યા વેચી મારવાનો આક્ષેપ
ગુજરાત હાઇકોર્ટમાં ગાંધીનગરથી એક અરજદાર દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી હતી. જેને પોતાને RTI એક્ટિવિસ્ટ અને સામાજિક કાર્યકર તરીકે દર્શાવ્યો હતો. અરજીમાં જણાવ્યા મુજબ વિસનગરમાં આવેલી STT કોલેજ જર્જરીત હાલતમાં હોવાનું જણાવીને કોલેજના સંચાલકોએ તેને હંગામી ધોરણે અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરી હતી. જગ્યા વેચી કોઈ બિલ્ડરને આપી દેવામાં આવી કોલેજ ટ્રસ્ટે જણાવ્યું હતું કે, અહીં કોલેજનું નવું બિલ્ડીંગ બનશે અને ફરીથી ત્યાં જ અભ્યાસ ચાલુ રાખવામાં આવશે. જો કે તે જગ્યા વેચી મારીને કોઈ બિલ્ડરને આપી દેવામાં આવી છે. ત્યાં મોલ બંધાવવાનો છે. અરજદાર પાસે કોઈ નક્કર પુરાવા નથી કોર્ટે અગાઉ આ સંદર્ભે સંલગ્ન ઓથોરિટી સમક્ષ રજૂઆત કરવાનું કહીને અરજીનો નિકાલ કર્યો હતો. ત્યારબાદ અરજદાર દ્વારા ફરીથી આ પ્રકારની અરજી કરવામાં આવી હતી. જેમાં કોર્ટે નોંધ્યું હતું કે અરજદાર પાસે કોઈ નક્કર પુરાવા નથી અને માત્ર સાંભળેલી વાતોને આધારે અરજી કરવામાં આવી છે. અરજદારને 5 લાખ રૂપિયાનો દંડ આથી કોર્ટે અરજદારને ન્યાયિક સમયના વેડફાટ બદલ 5 લાખ રૂપિયાનો દંડ, 4 અઠવાડિયામાં કોર્ટમાં ભરી દેવા માટે હુકમ કર્યો છે. સાથે જ કહ્યું હતું કે આવા અરજદારને દંડ કરવાથી જ તેઓ ફરીથી કોર્ટ સમક્ષ આવશે નહીં અને બીજા માટે પણ ઉદાહરણ બનશે.
Read full article on Divya Bhaskar