top
શ્રાવણી જુગાર ઝડપાયો:કુંભારવાડા ગોપાલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતી 5 મહિલા સહિત 9 શખ્સો ઝડપાયા
ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટીમાં જાહેરમાં જુગાર રમતાં 9 શખ્સોને બોરતળાવ પોલીસ ઝડપી લીધા હતા, જેમાં 5 મહિલા અને 4 પુરુષોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જાહેરમાં જુગાર રમતા હતા સમગ્ર બનાવ અંગે બોરતળાવ પોલીસ મથકે થી જાણવા મળતી વિગતો અનુસાર સ્ટાફના માણસો શહેરમાં પેટ્રોલીંગમાં હોય એ દરમ્યાન બાતમીદારોએ ચોક્કસ બાતમી આપી હતી કે, કુંભારવાડા વિસ્તારમાં આવેલ ગોપાલ સોસાયટી શેરી નંબર 4 જાહેરમાં કેટલાક શખ્સો પૈસા-પાના વડે તિનપત્તિનો હારજીતનો જુગાર રમે છે જે હકીકત આધારે ટીમે સ્થળ પર રેડ કરી 9 શખ્સો ઝડપી લીધા હતા જેમાં 5 મહિલા અને 4 પુરુષો ઝડપાયા હતા, જુગાર રમતી 5 મહિલાઓ ઝડપાઈ જેમાં હંસાબેન નાથાભાઈ વાઘેલા ઉ.મ.30, ટીનાબેન પ્રતાપભાઈ પરમાર ઉ.મ.42, જાગૃતિબેન પ્રણવભાઈ ઠક્કર ઉ.મ.35, નિરૂબેન ભયલાલ બારૈયા ઉ.મ.36, શામુબેન સુનીલભાઈ પંચોળી ઉ.મ.58, કૌશિક ઉર્ફે ભૂરો લાલજીભાઈ ચૌહાણ ઉ.મ.19, ઉમેશ ઉર્ફે ઉમો કાનજીભાઈ ટીહલા ઉ.મ.27, ઘનશ્યામ ઉર્ફે લાલુ દિલીપસિંહ જાડેજા ઉ.મ.20, નરેશ નાથાભાઈ વાઘેલા ઉ.મ.30 રહે.કુંભારવાડા રે.તમામ કુંભારવાડા ભાવનગર વાળાઓને જુગારના પટમાં પડેલ રોકડા રૂપિયા 11,310 ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તમામ વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગારધારા એકટ-12 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
Read full article on Divya Bhaskar