Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

ઈદ-એ-મિલાદની રોશની જોવા નીકળેલા યુવકો પર છરી-પાઈપથી હુમલો:અંબાચોક પાસે ગાડી પર વેપરનું પડીકું નાખતા બોલાચાલી કરી, તલાવડી પાસે ઘેરી હુમલો કરતા 5 ઈજાગ્રસ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 26, 2026 👁 3 views
ઈદ-એ-મિલાદની રોશની જોવા નીકળેલા યુવકો પર છરી-પાઈપથી હુમલો:અંબાચોક પાસે ગાડી પર વેપરનું પડીકું નાખતા બોલાચાલી કરી, તલાવડી પાસે ઘેરી હુમલો કરતા 5 ઈજાગ્રસ્ત
ભાવનગર શહેરના વડવા તલાવડી વિસ્તારમાં ગત મોડી રાત્રે કારના કાચ પર વેફરનું પડીકું પછાડવા જેવી નજીવી બાબતે થયેલી બોલાચાલી બાદ 8 શખ્સોના ટોળાએ યુવકો પર છરી અને લોખંડના પાઈપ વડે હિંસક હુમલો કર્યો હતો. આ ઘટનામાં 5 યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા સર ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. નિલમબાગ પોલીસે આઠ હુમલાખોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કારના કાચ પર વેફરનું પડીકું નાખતા યુવકોએ ટપાર્યો પ્રભુદાસ તળાવ મફતનગરના રહીશ અને અલંગના સ્ક્રેપ વેપારી મોહંમદ રિઝવાન જાહીદશા બાનવા તેમના ભાઈ અને મિત્રો સાથે ઈદ-એ-મિલાદની રોશની જોવા નીકળ્યા હતા. આંબાચોક પાસે એક અજાણ્યા યુવકે તેમની કારના કાચ પર વેફરનું પડીકું નાખતા યુવકોએ તેને ટપાર્યો હતો, જે અંગે ઝપાઝપી થઈ હતી. આઠ શખ્સોનો છરી અને પાઈપથી હુમલો રાહદારીઓએ મામલો શાંત પાડ્યા બાદ યુવકો આગળ વધ્યા હતા, પરંતુ વડવા તલાવડી પાસે રિલીફ બેકરી સામે 8 શખ્સોએ તેમની કાર રોકી લીધી હતી. શકીલ ઉર્ફે બાબા, ફૈઝાન અને અન્ય 6 અજાણ્યા શખ્સોએ ગેરકાયદે મંડળી રચી છરી અને પાઈપથી હુમલો કર્યો હતો. આરોપીઓએ કારના કાચ ફોડી નાખ્યા હતા, સોનાની ચેઈન સ્નેચિંગનો પ્રયાસ કર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા. હુમલામાં મોહંમદ રિઝવાન, મોહસીન, અવેશ, રમીઝ અને શાહનવાઝને ગંભીર ઈજાઓ થઈ હતી. ગંભીર રીતે ઘવાયેલા મોહંમદ રિઝવાનને સર ટી. હોસ્પિટલના SICU વોર્ડમાં સારવાર હેઠળ રખાયા છે. ફરિયાદના આધારે નિલમબાગ પોલીસે શકીલ ઉર્ફે બાબા, ફૈઝાન અને 6 અજાણ્યા શખ્સો મળી કુલ 8 લોકો સામે BNS અને જીપી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan