politics
ઉત્તર કોરિયા પાસે પરમાણું હથિયાર કેટલા? 57 કે 120? ટ્રમ્પ અને દક્ષિણ કોરિયા દાવામાં મોટો તફાવત કેમ?
ઉત્તર કોરિયા પાસે ખરેખર કેટલા પરમાણુ હથિયાર છે? 57 કે 120? અમેરિકા અને દક્ષિણ કોરિયાના અલગ અલગ દાવાથી આ મામલો મહત્વનો બન્યો છે. જગત જમાદાર અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે, કિમ જોંગ ઉન પાસે 57 પરમાણુ હથિયાર છે. તો બીજી તરફ દક્ષિણ કોરિયાના દાવા મુજબ ઉત્તર કોરિયા પાસે 80થી 120 પરમાણું હથિયાર હોઇ શકે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેઓ આ વર્ષના અંતમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન સાથે ફરી મુલાકાત કરવાની યોજના ધરાવે છે. રોઇટર્સના અહેવાલ મુજબ, ટ્રમ્પ ઉત્તર કોરિયા સાથે ફરી રાજદ્વારી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રાગારના કદ અંગે સામે આવેલા અલગ-અલગ આંકડાએ પણ ચર્ચા જગાવી છે. દક્ષિણ કોરિયાનો દાવો 80થી 120 પરમાણુ હથિયાર દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રી આન ગ્યૂ-બેકે ગુરુવારે સંસદીય સમિતિ સમક્ષ કહ્યું હતું કે ઉત્તર કોરિયા પાસે સામાન્ય રીતે 80થી 120 પરમાણુ વોરહેડ હોવાનું માનવામાં આવે છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું કે ચોક્કસ સંખ્યા નક્કી કરવી મુશ્કેલ છે. બાદમાં તેમણે કહ્યું હતું કે આ અનુમાન ખાનગી સંશોધન સંસ્થાઓના આંકડા પર આધારિત છે અને દક્ષિણ કોરિયાની સેના દ્વારા સત્તાવાર રીતે તેની પુષ્ટિ કરવામાં આવી નથી. આનના જણાવ્યા પ્રમાણે, સામાન્ય રીતે ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રાગારનો અંદાજ 80થી 120 વચ્ચે મૂકવામાં આવે છે, પરંતુ ચોક્કસ સંખ્યા જણાવવી મુશ્કેલ છે. આથી ટ્રમ્પના 57 પરમાણુ હથિયારના દાવા અને દક્ષિણ કોરિયાના 120 સુધીના અનુમાન વચ્ચે મોટો તફાવત જોવા મળે છે. ટ્રમ્પ ફરી કિમ સાથે મુલાકાત કરવા માગે છે ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે કિમ તરફથી તેમને તેમના સંપર્કના પ્રયાસોના જવાબ મળ્યા છે અને તેઓ આ વર્ષના અંતમાં ઉત્તર કોરિયાના નેતા સાથે મુલાકાત કરવાની અપેક્ષા રાખે છે. જ્યારે ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે શું તેઓ આ વર્ષે કિમને મળશે, ત્યારે તેમણે હકારાત્મક જવાબ આપ્યો હતો. આ નિવેદન બાદ ટ્રમ્પ અને કિમ વચ્ચે ફરી એક શિખર બેઠક યોજાવાની અટકળો તેજ બની છે. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન બંને નેતાઓ વચ્ચે 2018 અને 2019માં અસાધારણ રીતે સીધી બેઠકો થઈ હતી. જોકે, ઉત્તર કોરિયાના પરમાણુ કાર્યક્રમને કેટલો ઘટાડવો અને તેના બદલામાં અમેરિકાએ કેટલા પ્રતિબંધો હટાવવા તે મુદ્દે બંને પક્ષ વચ્ચે મતભેદ ઊભા થયા હતા. અંતે આ રાજદ્વારી પ્રયાસો અટકી ગયા હતા. ટ્રમ્પે તેમના બીજા કાર્યકાળમાં કિમ સાથે ફરી વાતચીત શરૂ કરવાનો પ્રયાસ કર્યો છે. કિમની બહેનને વાતચીતની જાણ નથી ટ્રમ્પે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ફરી સંપર્ક સ્થાપિત થયાનો દાવો કર્યો છે, પરંતુ પ્યોંગયાંગ તરફથી આ અંગે પ્રતિક્રિયા આવી છે. કિમ જોંગ ઉનની બહેન અને ઉત્તર કોરિયાની પ્રભાવશાળી નેતા કિમ યો જોંગે કહ્યું છે કે ટ્રમ્પ અને કિમ વચ્ચે તાજેતરમાં કોઈ વાતચીત થઈ હોવાની તેમને જાણ નથી. જોકે, તેમણે બંને નેતાઓ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને ‘ઉત્તમ’ ગણાવ્યા હતા. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ટ્રમ્પે દક્ષિણ કોરિયા સાથે અમેરિકાની સંયુક્ત લશ્કરી કવાયતોમાં ઘટાડો કરવાનો આદેશ આપ્યો છે. ટ્રમ્પે આ કવાયતોને ઉત્તર કોરિયા પ્રત્યે ‘દુશ્મનાવટભરી’ ગણાવી હતી. ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પે હોર્મુઝને અમેરિકાનો નવો પ્રદેશ ગણાવ્યો, કહ્યું - જળમાર્ગ ખુલ્લો છે રોઇટર્સના અહેવાલ પ્રમાણે, વાર્ષિક ઉલ્ચી ફ્રીડમ શીલ્ડ લશ્કરી કવાયત 11 દિવસથી ઘટાડીને પાંચ દિવસ કરવામાં આવી છે. કેટલીક મેદાની તાલીમમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે અથવા તેની જગ્યાએ સિમ્યુલેશનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જોકે, કિમ યો જોંગે કહ્યું હતું કે આ ફેરફારો છતાં આ લશ્કરી કવાયત ઉત્તર કોરિયા માટે ઓછી ઉશ્કેરણીજનક કે આક્રમક બની નથી. ટ્રમ્પે 57 પરમાણુ હથિયારનો આંકડો કેમ આપ્યો અને તેનું મહત્વ શું છે? ટ્રમ્પે ઉત્તર કોરિયા પાસે 57 પરમાણુ હથિયાર હોવાનો ઉલ્લેખ કર્યો તે ખાસ ધ્યાન ખેંચે છે. તેનું કારણ એ છે કે રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, અમેરિકી સરકાર ઉત્તર કોરિયાના પરમાણુ શસ્ત્રાગારના કદનો સત્તાવાર આંકડો જાહેર કરતી નથી. દક્ષિણ કોરિયા પણ પરંપરાગત રીતે ઉત્તર કોરિયા પાસે રહેલા પરમાણુ શસ્ત્રોના જથ્થા અંગે વિગતવાર આંકડા જાહેર કરવાનું ટાળે છે. દક્ષિણ કોરિયા સત્તાવાર રીતે ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર ધરાવતા દેશ તરીકે માન્યતા આપતું નથી અને હજુ પણ પરમાણુ નિઃશસ્ત્રીકરણની નીતિ જાળવી રાખે છે. જ્યારે દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીને પૂછવામાં આવ્યું કે શું તેમનો દેશ ઉત્તર કોરિયાને પરમાણુ હથિયાર ધરાવતું રાષ્ટ્ર માને છે, ત્યારે તેમણે કહ્યું હતું કે દક્ષિણ કોરિયા સત્તાવાર રીતે આ વાત સ્વીકારી શકે નહીં. સાથે જ તેમણે સ્પષ્ટ કર્યું કે દક્ષિણ કોરિયા અમેરિકાની ન્યુક્લિયર અમ્બ્રેલા પર આધાર રાખવાનું ચાલુ રાખશે. મક્કા કરાર શું છે ? પાકિસ્તાન, સાઉદી અરેબિયા અને તુર્કી વચ્ચેના નવા ડિફેન્સ પેક્ટથી ભારત પર શું અસર થશે? તેમણે કહ્યું હતું કે દક્ષિણ કોરિયા પોતે પરમાણુ હથિયારો વિકસાવી શકે નહીં અને અમેરિકાના ટેક્ટિકલ પરમાણુ હથિયારોને દક્ષિણ કોરિયામાં તહેનાત કરવાનું પણ સ્વીકારવું જોઈએ નહીં. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં કિમ સાથે શું થયું હતું? ટ્રમ્પના પ્રથમ કાર્યકાળમાં અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચેનો સંબંધ ધમકીઓથી સીધી ઉચ્ચસ્તરીય મુલાકાતો સુધી પહોંચ્યો હતો. 2018માં ટ્રમ્પ અને કિમ સિંગાપોરમાં મળ્યા હતા. ત્યારબાદ 2019માં બંનેની હનોઈમાં મુલાકાત થઈ હતી. પછી ટ્રમ્પ ઉત્તર કોરિયાની સરહદમાં પ્રવેશનારા પ્રથમ પદાસીન અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા હતા. તેમણે ડિમિલિટરાઇઝ્ડ ઝોન (DMZ) ખાતે કિમ સાથે ટૂંકી મુલાકાત કરી હતી. ઈરાન સાથેના યુદ્ધ વચ્ચે ટ્રમ્પે હોર્મુઝને અમેરિકાનો નવો પ્રદેશ ગણાવ્યો, કહ્યું - જળમાર્ગ ખુલ્લો છે જોકે, ઉત્તર કોરિયા પોતાના પરમાણુ શસ્ત્રોમાં કેટલો ઘટાડો કરશે અને તેના બદલામાં પ્યોંગયાંગને અમેરિકાના પ્રતિબંધોમાં કેટલી રાહત મળશે. આ મુદ્દે વાતચીત આગળ વધી શકી નહોતી. ત્યારથી ઉત્તર કોરિયાએ પોતાની પરમાણુ અને મિસાઇલ ક્ષમતાઓ વિકસાવવાનું ચાલુ રાખ્યું છે. હવે આગળ શું? ટ્રમ્પ અને દક્ષિણ કોરિયા દ્વારા આપવામાં આવેલા પરમાણુ શસ્ત્રોના અલગ-અલગ અંદાજે અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ફરી વાતચીત શરૂ કરવાના પ્રયાસોમાં અનિશ્ચિતતાનું એક નવું પરિબળ ઉમેર્યું છે. ટ્રમ્પ કિમ સાથે ફરી મુલાકાત કરવા માગે છે અને બંને વચ્ચે સંપર્ક સ્થાપિત થયાનો દાવો પણ કરી રહ્યા છે. પરંતુ બીજી તરફ ઉત્તર કોરિયાએ સત્તાવાર રીતે વાતચીત ફરી શરૂ થઈ હોવાની પુષ્ટિ કરી નથી. India NASA Moon Base Program: નાસા મૂન બેઝ પ્રોગ્રામમાં જોડાવાથી ભારતને શું મળશે? ISRO માટે ખુલી શકે છે નવી તકો એટલે હાલ સૌથી મોટો પ્રશ્ન માત્ર એ નથી કે કિમ પાસે કેટલા પરમાણુ હથિયાર છે. સવાલ એ પણ છે કે અમેરિકા અને ઉત્તર કોરિયા ફરી વાતચીતના ટેબલ પર આવે તો પરમાણુ શસ્ત્રોના મુદ્દે બંને દેશ કેટલી સમજૂતી કરી શકે છે.
Read full article on The Indian Express