crime
બોટાદ કોર્ટે વીમા કંપનીને 57 લાખ ચૂકવવા આદેશ કર્યો:અકસ્માત વળતર પેટે વ્યાજ અને ખર્ચ સાથે મૃતકના પરિવારને મળશે
બોટાદ કોર્ટે એક અકસ્માત વળતર કેસમાં મૃતક મયુરભાઈ રાઠોડના પરિવારને 57 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ વીમા કંપનીને આપ્યો છે. આ રકમ વ્યાજ અને ખર્ચ સહિત ચૂકવવાની રહેશે. બોટાદ શહેરમાં રહેતા શૈલેશભાઈ લાલજીભાઈ રાઠોડના પુત્ર મયુરભાઈ રાઠોડ (ઉંમર 28) કચ્છ ભુજના દયાપર ખાતે રેસ્કો ગ્લોબલ વિન્ડ સર્વિસ કંપનીમાં સીનિયર એન્જિનિયર તરીકે નોકરી કરતા હતા. 7 ઓક્ટોબર, 2024ના રોજ વાહન અકસ્માતમાં તેમને ગંભીર ઈજાઓ થઈ હતી, જેના કારણે તેમનું અવસાન થયું હતું. આ અકસ્માત બાદ મયુરભાઈના માતા-પિતાએ અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક અને વીમા કંપની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી. તેમણે બોટાદ અને ભાવનગરના વરિષ્ઠ વકીલ અતુલભાઈ ડી. પટેલ મારફત 8 નવેમ્બર, 2024ના રોજ બોટાદ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ સમક્ષ વળતર અરજી દાખલ કરી હતી. કેસમાં પક્ષકારોના પુરાવા અને દલીલો સાંભળ્યા પછી, બોટાદ મોટર એક્સિડન્ટ ક્લેમ ટ્રિબ્યુનલ (મુખ્ય) ના ચેરમેન એમ.જે. પરાશર દ્વારા 11 સપ્ટેમ્બર, 2026ના રોજ ચુકાદો આપવામાં આવ્યો. કોર્ટે અકસ્માતમાં સામેલ વાહનની વીમા કંપનીને વ્યાજ અને ખર્ચ સહિત 57 લાખ રૂપિયા અકસ્માત વળતર પેટે ચૂકવવાનો આદેશ કર્યો છે.
Read full article on Divya Bhaskar