Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

6 વર્ષમાં 4100 અકસ્માતમાં 2006 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા:અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માત અટકાવવા પ્રોજેકટ ગાર્ડિયન શરૂ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 18, 2026 👁 2 views
6 વર્ષમાં 4100 અકસ્માતમાં 2006 વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા:અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં અકસ્માત અટકાવવા પ્રોજેકટ ગાર્ડિયન શરૂ
અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધતા જતા રોડ અકસ્માતો અને જાનહાનિને ડામવાના હેતુથી ગ્રામ્ય પોલીસે અન્ય વિભાગો સાથે મળીને 'પ્રોજેક્ટ ગાર્ડિયન'નો પ્રારંભ કર્યો છે. છેલ્લાં 6 વર્ષમાં નોંધાયેલા 4,100 અકસ્માતોમાં 2,006 લોકોના મોત થતાં આ સુરક્ષા પહેલ હાથ ધરવામાં આવી છે. ગત વર્ષે જિલ્લામાં હત્યાના 41 કિસ્સા સામે માર્ગ અકસ્માતમાં 400થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. કમિટીમાં એક DySP અને 8 PIનો સમાવેશ આ યોજના હેઠળની ખાસ કમિટીમાં એક DySP અને 8 PIનો સમાવેશ કરાયો છે, જે દર 15 દિવસે પોતાનો રિપોર્ટ સબમિટ કરશે. કમિટીએ ગ્રામ્ય વિસ્તારમાં સૌથી વધુ ગંભીર અકસ્માત ધરાવતા 28 બ્લેક સ્પોટ્સની ઓળખ કરી છે. મોટાભાગના બનાવો રોડ ક્રોસ કરતી વખતે, હેલ્મેટ ન પહેરવાથી અને રાત્રે અપૂરતી લાઈટોને લીધે થતા હોવાનું સામે આવ્યું છે. 4 સ્થળોએ ફૂટ ઓવરબ્રિજ બનાવવા માગ આ સમસ્યાના ઉકેલ માટે નેશનલ હાઈવે ઓથોરિટી અને RB સાથે સંકલન સાધી લાઈટો સુધારવા, ચાંગોદર સહિત 4 સ્થળોએ ફૂટ ઓવર બ્રિજ બનાવવા પરવાનગી માગવા તથા નો-પાર્કિંગ ઝોનમાં વાહનો સામે ઝુંબેશ ચલાવવાનું આયોજન કરાયું છે. બે દિવસમાં 2,000થી વધુ હેલ્મેટનું વિતરણ વધુમાં, ટ્રક ડ્રાઈવરો માટે આંખની તપાસ અને બ્લડ પ્રેશર ચકાસણીના મેડિકલ કેમ્પ યોજવામાં આવ્યા છે તેમજ મુસાફરોની સુરક્ષા માટે અંદાજે 11 હજાર રિક્ષા ચાલકોનો ડેટા એકત્ર કરાયો છે. જનજાગૃતિ અને રોડ સેફ્ટીના ભાગરૂપે છેલ્લાં બે દિવસમાં 2,000થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આગામી સમયમાં આ ઝુંબેશમાં સામાન્ય નાગરિકો પણ સીધા સહભાગી બની શકે તે માટે અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા ટૂંક સમયમાં એક વિશેષ વૉટ્સએપ નંબર જાહેર કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan