top
ચૂંટણી પંચ ફોર્મ 6, 7, 8માં ફેરફાર કરી શકતું નથી:દિલ્હી SIR અંગે સુપ્રીમ કોર્ટ; પૂછ્યું- ફરીથી નામ જોડાવવા માટે Form-6 શા માટે ભરવાનું?
દિલ્હીમાં મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનને લઈને સુપ્રીમ કોર્ટે બુધવારે ચૂંટણી પંચને પ્રશ્નો કર્યા. કોર્ટે પૂછ્યું કે ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી બહાર રહેલા આશરે 43 લાખ મતદારોમાંથી જેમના નામ ‘સ્થળાંતરિત અથવા ગેરહાજર’ શ્રેણીમાં નોંધાયેલા છે, તેમને ફરીથી નામ જોડાવવા માટે Form-6 ભરવા માટે કેમ કહેવામાં આવી રહ્યું છે. આ ફોર્મ નવા મતદારોની નોંધણી માટે હોય છે, જ્યારે આ લોકો પહેલેથી જ મતદાર યાદીમાં સામેલ હતા. સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે ફોર્મ 6, 7 અને 8માં ફેરફાર કરી શકાય નહીં. દિલ્હીમાં SIR પહેલાં આશરે 1.45 કરોડ મતદારો હતા. 31 ઑગસ્ટે જાહેર કરાયેલી ડ્રાફ્ટ મતદાર યાદીમાં આશરે 97.53 લાખ નામ સામેલ કરવામાં આવ્યાં. આ રીતે લગભગ 47.57 લાખ નામ ડ્રાફ્ટ યાદીમાંથી બહાર રહ્યાં. Form-6, 7 અને 8નો ઉપયોગ શા માટે થાય છે? ફોર્મ 6 અંગે વિવાદ શું છે? ફોર્મ 6નો વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ગયા મહિને 'ઇન્ડિયન એક્સપ્રેસ'એ અહેવાલ આપ્યો કે બે ચૂંટણી કમિશનરોએ SIRના ફોર્મ 6માં કરાયેલા ફેરફારો સામે વાંધો ઉઠાવ્યો હતો. આ આધારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. ફોર્મ-6ને લઈને વિપક્ષનો મુખ્ય આરોપ છે કે ચૂંટણી પંચે નવા મતદારોના ફોર્મમાં SIR સંબંધિત વધારાની ઘોષણા ઉમેરીને નિયમોનું ઉલ્લંઘન કર્યું અને પ્રથમ વખત મતદાર બનનારાઓ માટે બિનજરૂરી અડચણ ઊભી કરી.
Read full article on Divya Bhaskar