top
ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળને હાઈકોર્ટની નોટિસ:ધોરણ 6-8ના સંસ્કૃતના પુસ્તકમાં ભૂલો, સરકારી શાળાઓમાં ભૂલો વાળા પુસ્તકો અને ખુલ્લા બઝારમાં સુધારેલા પુસ્તકો
ગુજરાત હાઇકોર્ટમાં રાજકોટથી ડોકટર ભરતકુમાર કોયાની દ્વારા જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. તેઓ પોતે MD પેથોલોજિસ્ટ છે. જેમણે કોર્ટને જણાવ્યું હતું કે, વર્ષ 2025ના જુલાઈ મહિનામાં ધોરણ 08ની ગુજરાતી મીડિયમની સંસ્કૃતની પુસ્તકમાં તેમને ભૂલો દેખાઈ હતી. તેને નોંધી અને સુધારીને, સુધારા સાથે પુસ્તક અને પત્ર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને મોકલ્યા હતા. ધો-6ની પ્રથમ સત્રની સંસ્કૃતના પુસ્તકમાં ભૂલ 02 મહિના પછી પાઠપુસ્તક મંડળે ભૂલો સુધારી અને વેબસાઈટ ઉપર અપલોડ પણ કરી. આ પ્રકારની ઘણી બધી ભૂલો ધોરણ 6ની પ્રથમ સત્રની સંસ્કૃતના પુસ્તકમાં પણ છે. તે પુસ્તકને પણ સુધારા સાથે પાઠયપુસ્તક મંડળને મોકલ્યું. તેને પણ 02 મહિના બાદ સુધારો કરી વેબસાઈટ ઉપર અપલોડ કરાયું. સરકારી શાળામાં ભૂલો સુધાર્યાં વિના વિદ્યાર્થીઓને પુસ્તકો અપાયા જો કે શાળાઓમાં નવું સત્ર જૂન, 2026માં શરૂ થઈ ચૂક્યું છે. જ્યારે અરજદારે ખુલ્લા બજારમાં મળતા આ પુસ્તકોની તપાસ કરી તો તેમાં ભૂલો સુધારેલી હતી. પરંતુ અરજદારે જ્યારે 06 સરકારી શાળામાં તપાસ કરી તો ભૂલો સુધાર્યાં વગરની પુસ્તક નવું લેબલ લગાડી વિધાર્થીઓને આપી દેવાઈ હતી. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળ પાસે કોર્ટે જવાબ માગ્યો કોર્ટે ડોક્યુમેન્ટ્સના આધારે નોંધ્યું હતું કે, અરજદારની રજૂઆત ઉપર ગુજરાત પાઠપુસ્તક મંડળની મિટિંગ મળી હતી. એક્સપર્ટ દ્વારા અરજદારે રજૂ કરેલી મોટા ભાગની ભૂલ સ્વીકારી લેવાઈ છે. પણ પછી શું ? ભૂલો સુધાર્યાં વગરનું પુસ્તક ચાલુ રાખવાનો શું મતલબ? હાઈકોર્ટે ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળને નોટિસ પાઠવીને આ અંગે જવાબ માંગ્યો છે અને વધુ સુનાવણી 14 ડિસેમ્બરે રાખવામાં આવી છે.
Read full article on Divya Bhaskar