crime
દિલ્હી- મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કારમાંથી દારૂ ઝડપાયો:રૂ.6.01 લાખનો મુદ્દામાલ કબજે; રાજસ્થાનનો એક આરોપી પકડાયો, બીજો ફરાર
દિવાળીના તહેવારો દરમિયાન ગેરકાયદે હેરાફેરી અટકાવવા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાની સૂચનાથી એલસીબી ટીમે દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર સફળ કાર્યવાહી કરી છે. બાતમીના આધારે મહારાષ્ટ્ર પાર્સિંગની સ્વિફ્ટ કારને અટકાવીને તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની 966 બોટલ અને બીયરના ટીન મળી આવ્યા હતા. પોલીસે દારૂ, કાર અને મોબાઈલ સહિત કુલ ₹6,01,086નો મુદ્દામાલ કબજે કર્યો છે. ચીખલીથી વડોદરા જથ્થો પહોંચાડવાનો હતો એલસીબી પીઆઈ એમ.પી. વાળા અને પીએસઆઈ એ.વી. શિયાળિયાની ટીમે વોચ ગોઠવીને રાજસ્થાનના બાડમેર જિલ્લાના ગોવિંદ બિશ્નોઈ નામના આરોપીની અટકાયત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ચીખલી નજીકથી મેળવી વડોદરા ખાતે આર્થિક લાભ માટે વેચાણ અર્થે પહોંચાડવાનો હોવાની કબૂલાત કરી હતી. એક આરોપી ફરાર થતાં તપાસ શરૂ પોલીસની કામગીરી દરમિયાન કારમાં સવાર વિઠ્ઠલ બિશ્નોઈ નામનો અન્ય આરોપી સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પોલીસે ફરાર આરોપીને વોન્ટેડ જાહેર કરીને ભરૂચ તાલુકા પોલીસ મથકે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar