top
ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ વિભાગમાં મોટાપાયે આંતરિક બદલીના આદેશ:61 શિક્ષકોની ફેરબદલી કરાઈ, જાણો કોની ક્યાં બદલી કરાઈ
રાજ્યના પ્રાથમિક શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લા આંતરિક બદલી અને જિલ્લા સંકલિત બદલી અંતર્ગત શિક્ષકોની બદલીના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી, ગાંધીનગર દ્વારા 30 ઓક્ટોબર, 2026ના રોજ આ અંગેનો હુકમ કરવામાં આવ્યો છે. આ આદેશમાં વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા શિક્ષકોને અન્ય તાલુકા અથવા બીટમાં બદલીને નવી જગ્યાએ ફરજ સોંપવામાં આવી છે. જાહેર કરાયેલા હુકમમાં શિક્ષકોનાં નામ, હાલના ફરજના સ્થળની વિગતો, અગાઉના બીટનું નામ તેમજ બદલી પછીના બીટ અને તાલુકાની માહિતી દર્શાવવામાં આવી છે. આ હુકમનો અમલ તાત્કાલિક અસરથી કરવાનો રહેશે. સંબંધિત જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને કચેરીઓને આદેશ અનુસાર જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. બદલીના હુકમમાં દર્શાવેલી મુખ્ય વિગતો આ યાદીમાં મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બનાસકાંઠા, ગાંધીનગર, પંચમહાલ, સાબરકાંઠા, નવસારી, જૂનાગઢ, અમદાવાદ, મહેસાણા, અરવલ્લી, પાટણ, સુરત, નર્મદા, બોટાદ, વલસાડ, તાપી, વડોદરા, ખેડા, વાવ-થરાદ, ભાવનગર અને આણંદ સહિતના જિલ્લાઓના શિક્ષકોની બદલીની વિગતો સામેલ છે. હુકમમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે બદલી પામેલા કર્મચારીઓએ વિતરણ કરાયેલા આદેશ મુજબ નવી જગ્યાએ હાજર થવાનું રહેશે. કર્મચારીઓની બદલી અંગે કોઈ વાંધો કે રજૂઆત હોય તો તે માટેની કાર્યવાહી સંબંધિત નિયમો અનુસાર કરવાની રહેશે. બદલીના આદેશનો તાત્કાલિક અમલ કરવાનો રહેશે. હવે જુઓ બદલીનું સંપૂર્ણ લિસ્ટ
Read full article on Divya Bhaskar