Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

640 કિમી દૂર પવનચક્કી ઘૂમી અને સુરતની તિજોરી છલકાઈ:વીજ બિલમાં પાલિકાને 520 કરોડની બચત, 7 સ્થળે 45 મેગાવોટના પ્લાન્ટ; વાર્ષિક 103 લાખ યુનિટ વીજ ઉત્પાદન

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 1 views
640 કિમી દૂર પવનચક્કી ઘૂમી અને સુરતની તિજોરી છલકાઈ:વીજ બિલમાં પાલિકાને 520 કરોડની બચત, 7 સ્થળે 45 મેગાવોટના પ્લાન્ટ; વાર્ષિક 103 લાખ યુનિટ વીજ ઉત્પાદન
દેશભરમાં જ્યારે કોલસા અને પરંપરાગત વીજળીની અછત વચ્ચે ઊર્જા ખર્ચ આસમાને પહોંચી રહ્યો છે, ત્યારે સુરત મહાનગરપાલિકા (SMC)એ સાબિત કરી બતાવ્યું છે કે દીર્ઘદ્રષ્ટિ હોય તો ખર્ચને પણ કમાણીમાં ફેરવી શકાય છે. સુરત શહેરથી આશરે 640 કિલોમીટર દૂર આવેલા કચ્છ અને સૌરાષ્ટ્રના છેવાડાના વિસ્તારોમાં તેજ ગતિએ ફરતી પવનચક્કીઓ સુરત પાલિકા માટે 'રૂપિયા વરસાવતું સાધન' સાબિત થઈ છે. સામાન્ય રીતે પ્રશ્ન થાય કે સુરતથી સેંકડો કિલોમીટર દૂર પવનચક્કી લગાવવાથી સુરતને શો વીજ ફાયદો? હકીકતમાં આ પ્લાન્ટ્સ દ્વારા ઉત્પન્ન થતી વીજળી રાજ્યની પાવર ગ્રીડમાં જમા થાય છે, જેના બદલામાં સુરત શહેરમાં પાલિકા સંચાલિત વોટર વર્ક્સ, ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનો અને સ્ટ્રીટ લાઈટ્સના કરોડો રૂપિયાના વીજ વપરાશ સામે 'વ્હીલિંગ ક્રેડિટ' રૂપે સીધી સરભર મળે છે. પરિણામે સ્થાનિક મ્યુનિસિપલ તિજોરી પર પડતો વીજળીનો જંગી બોજ બિલકુલ હળવો થઈ ગયો છે. વર્ષ 2010માં પોરબંદરથી પહેલ, આજે 7 સ્થળે 45 મેગાવોટની ક્ષમતા સુરત મહાનગરપાલિકાએ રિન્યુએબલ એનર્જી (અક્ષય ઊર્જા) ક્ષેત્રે ડગલાં આજકાલ નહીં પરંતુ એક દાયકા કરતાં પણ વધુ સમય પહેલાં માંડ્યા હતા. આ હરિત પહેલની શરૂઆત વર્ષ 2010માં પોરબંદરના અડોદર ગામે 3 મેગાવોટના પ્રથમ વિન્ડ પ્લાન્ટ સ્થાપીને કરવામાં આવી હતી. આ પ્રયોગ સફળ રહેતાં પાલિકાએ પોતાની ક્ષમતા સતત વિસ્તારી હતી. સમય જતાં પોરબંદરના રાતડી ગામ, જામનગરના ભાણવડ, કચ્છના નખત્રાણા, ઉખેણા તેમજ સુખસાણ અને છેલ્લે મોરબીના વાંકાનેર ખાતે અત્યાધુનિક પવનચક્કીઓ સ્થાપવામાં આવી. આજે રાજ્યના અલગ-અલગ 7 મહત્વના લોકેશન્સ પર કાર્યરત આ તમામ પવનચક્કીઓની સંયુક્ત ઊર્જા ઉત્પાદન ક્ષમતા 45 મેગાવોટ સુધી પહોંચી ચૂકી છે. અત્યાર સુધીમાં 914 લાખ યુનિટ વીજ ઉત્પાદન, પાલિકાને ₹520 કરોડનો સીધો નફો આ વિન્ડ પાવર પ્રોજેક્ટ પર્યાવરણના રક્ષણ સાથે નાણાકીય દ્રષ્ટિએ પણ સુરત પાલિકા માટે જેકપોટ સમાન સાબિત થયો છે. પાલિકાના આ તમામ પ્લાન્ટ્સ દ્વારા દર વર્ષે સરેરાશ 103.70 લાખ યુનિટ જેટલી ગ્રીન વીજળીનું ઉત્પાદન મેળવવામાં આવે છે, જેનાથી પાલિકાને દર વર્ષે અંદાજે ₹53.50 કરોડની સીધી વીજ બિલ બચત કે આવક થઈ રહી છે. વર્ષ 2010થી અત્યાર સુધીના આંકડા તપાસીએ તો, 45 મેગાવોટના આ પ્લાન્ટ્સે અત્યાર સુધીમાં કુલ 914 લાખ યુનિટ વીજળીનું ઉત્પાદન કરી લીધું છે. આ જંગી ઉત્પાદનને કારણે સુરત મહાનગરપાલિકાને વીજ બિલ પેટે અત્યાર સુધીમાં કુલ ₹519.41 કરોડ (અંદાજે ₹520 કરોડ) જેટલો તોતિંગ આર્થિક લાભ અને નેટ બચત પ્રાપ્ત થઈ છે. પોતાની 34 ટકા વીજ જરૂરિયાત જાતે પૂરી કરે છે પાલિકા સુરત પાલિકા પોતાની સફળતાને માત્ર પવન ઊર્જા પૂરતી સીમિત રાખવા માંગતી નથી, તેથી સોલાર પાવર ક્ષેત્રે પણ આક્રમક કામગીરી કરી રહી છે. મનપા સંચાલિત સરકારી ઇમારતોની છત પર રૂફટોપ સોલાર તેમજ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સ ખાતે ગ્રાઉન્ડ માઉન્ટેડ સોલાર પેનલ્સ સફળતાપૂર્વક કાર્યરત કરાઈ છે. પવન ઊર્જા અને સોલાર ઊર્જા બંનેના સુભગ સમન્વયના પરિણામે આજે સુરત મહાનગરપાલિકા પોતાની કુલ દૈનિક વીજ જરૂરિયાતના 34 ટકા જેટલો હિસ્સો સંપૂર્ણપણે રિન્યુએબલ એનર્જી મારફતે જાતે જ મેળવી રહી છે, જે દેશભરની અન્ય મહાનગરપાલિકાઓ માટે એક રોલ મોડેલ છે. ₹33 કરોડના ખર્ચે વધુ 4.2 મેગાવોટનો નવો પ્લાન્ટ નખાશે મળેલી ભવ્ય સફળતા અને કરોડોની બચતથી ઉત્સાહિત થઈને સુરત મહાનગરપાલિકાએ ગ્રીન એનર્જી ક્ષેત્રે વધુ એક મોટી છલાંગ લગાવવાનો નિર્ણય કર્યો છે. પાલિકા દ્વારા વધુ 4.2 મેગાવોટ ક્ષમતાવાળી નવી પવનચક્કી સ્થાપવા માટે સત્તાવાર દરખાસ્તો અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ નવા મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ પાછળ અંદાજે ₹32 થી ₹33 કરોડનો મૂડીખર્ચ થવાનો અંદાજ છે. ઇજનેરી ગણતરી મુજબ, આ નવો પ્લાન્ટ ધમધમતો થતાં સુરત મહાનગરપાલિકાને વાર્ષિક આશરે ₹8 કરોડ રૂપિયાની વધારાની વીજ બિલ બચત કે આવક થશે, જેથી પ્રોજેક્ટનો ખર્ચ પણ માત્ર 4 વર્ષમાં જ વસૂલ થઈ જશે. ‘દીર્ઘદ્રષ્ટિભર્યાં આયોજનથી પાલિકા આર્થિક રીતે સદ્ધર બની’ સુરત મનપાના ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ વિભાગના કાર્યપાલક ઈજનેર આશિષ નાયકે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાએ વર્ષ 2010થી જ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે દીર્ઘદ્રષ્ટિપૂર્ણ આયોજન હાથ ધર્યું હતું. પોરબંદરના પ્રથમ 3 મેગાવોટ પ્લાન્ટથી શરૂ થયેલી યાત્રા આજે 7 પ્લાન્ટ અને 45 મેગાવોટ સુધી પહોંચી છે. 45 મેગાવોટ થકી વાર્ષિક 103.7 લાખ યુનિટ વીજ ઉત્પાદન સાથે વાર્ષિક ₹53.5 કરોડની બચત થઈ રહી છે. માર્ચ સુધીમાં 914 લાખ યુનિટના ઉત્પાદન થકી પાલિકાએ વીજ બિલમાં અંદાજે ₹520 કરોડની નેટ બચત હાંસલ કરી છે. સોલાર અને વિન્ડ બંનેના સહારે આપણી 34 ટકા વીજળી અક્ષય ઊર્જાથી મળી રહી છે, જે શહેરને આત્મનિર્ભર બનાવે છે.”
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan