Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

વેરાવળમાં યોગ-પ્રાકૃતિક ચિકિત્સા પર રાષ્ટ્રીય મંથન:શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 7થી 9 ઓક્ટોબર ત્રિ-દિવસીય સંગોષ્ઠી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 6, 2026 👁 13 views
વેરાવળમાં યોગ-પ્રાકૃતિક ચિકિત્સા પર રાષ્ટ્રીય મંથન:શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં 7થી 9 ઓક્ટોબર ત્રિ-દિવસીય સંગોષ્ઠી
‘વિકસિત ભારત–2047’ના સંકલ્પને સાકાર કરવા માટે સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં યોગ, શારીરિક શિક્ષણ, મર્મવિજ્ઞાન અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા અંગે વેરાવળમાં રાષ્ટ્રીય કક્ષાનું મંથન યોજાવા જઈ રહ્યું છે. શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે તા. 7થી 9 ઓક્ટોબર દરમિયાન “વિકસિત ભારતના નિર્માણમાં યોગ, શારીરિક શિક્ષા, મર્મ અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા” વિષય પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠી યોજાશે. વિકાસ સપ્તાહ–2026 અંતર્ગત RUSA Component No. 11 તથા Faculty Improvementના સહયોગથી યુનિવર્સિટીના વિશિષ્ટ યોગ કેન્દ્ર, પતંજલિ વેલનેસ કેન્દ્ર અને શારીરિક શિક્ષા વિભાગના સંયુક્ત ઉપક્રમે આ સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. સંગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ યોગ, શારીરિક શિક્ષણ, મર્મ ચિકિત્સા અને પ્રાકૃતિક ચિકિત્સાના વૈજ્ઞાનિક તથા વ્યવહારુ પાસાં અંગે નિષ્ણાતોના માર્ગદર્શન સાથે ચર્ચા-વિચારણા કરવાનો છે. સાથે જ ભારતીય પરંપરાગત જ્ઞાનપદ્ધતિઓને આધુનિક વૈજ્ઞાનિક અભિગમ સાથે સાંકળી સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવશે. તા. 7 ઓક્ટોબરના રોજ સવારે 10:30 કલાકે સંગોષ્ઠીનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે. જેમાં મુખ્ય અતિથિ તરીકે ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ જે. એન. વાઘેલા (IAS) ઉપસ્થિત રહેશે. યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડૉ. નરેન્દ્રકુમાર એલ. પંડ્યા અધ્યક્ષસ્થાને રહેશે. ગુજરાત ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર તથા SS RUSA અને PM-USHAના સ્ટેટ પ્રોજેક્ટના આયુક્ત દિલીપકુમાર રાણા (IAS) પ્રેરક તરીકે ઉપસ્થિત રહેશે. સંગોષ્ઠીના નિમંત્રક તરીકે ડૉ. યોગેશ યાદવ, સ્ટેટ નોડલ ઓફિસર, RUSA તથા PM-USHA અને ડૉ. મહેશકુમાર મેતરા, કુલસચિવ, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ઉપસ્થિત રહેશે. જ્યારે ડૉ. ડી. એમ. મોકરીયા આયોજનની જવાબદારી સંભાળશે. પ્રો. વિનોદકુમાર ઝા માર્ગદર્શક તરીકે તથા ડૉ. જયેશકુમાર ડી. મુગરા, ડૉ. મનનકુમાર અગ્રવાલ અને ડૉ. મનિષા બી. રામ સંયોજક તરીકે કાર્યરત છે. ત્રણ દિવસ દરમિયાન યોગ, શારીરિક શિક્ષણ, મર્મવિજ્ઞાન અને પ્રાકૃતિક ચિકિત્સા ક્ષેત્રના નિષ્ણાતો, શિક્ષકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વિષયો પર સંશોધનાત્મક રજૂઆતો કરવામાં આવશે. આ સાથે સ્વસ્થ જીવનશૈલી, શારીરિક સશક્તિકરણ, યોગ તથા પ્રાકૃતિક જીવનપદ્ધતિના મહત્વ અંગે વૈચારિક આદાન-પ્રદાન થશે. ભારતીય જ્ઞાનપરંપરા અને આધુનિક વિજ્ઞાન વચ્ચે સેતુ રચવાના ઉદ્દેશ સાથે યોજાનારી આ રાષ્ટ્રીય સંગોષ્ઠી ‘વિકસિત ભારત–2047’ના નિર્માણમાં આરોગ્ય અને માનવ સંસાધનના મહત્વને રેખાંકિત કરશે. યુનિવર્સિટી પરિવાર દ્વારા વિદ્વાનો, શિક્ષણવિદો, સંશોધકો, વિદ્યાર્થીઓ તથા રસ ધરાવતા નાગરિકોને સંગોષ્ઠીમાં સહભાગી થવા આમંત્રણ આપવામાં આવ્યું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan