Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

પત્નીએ પ્રેમી અને ભાઈ સાથે મળી પતિની સોપારી આપી:કારને ટક્કર મારી અજાણ્યા શખસોનો હુમલો, વોઇસ રેકોર્ડરથી 70 લાખમાં હત્યાનું કાવતરાનો ખુલાસો, મહેસાણા કોર્ટમાં ફરિયાદ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 19, 2026 👁 2 views
પત્નીએ પ્રેમી અને ભાઈ સાથે મળી પતિની સોપારી આપી:કારને ટક્કર મારી અજાણ્યા શખસોનો હુમલો, વોઇસ રેકોર્ડરથી 70 લાખમાં હત્યાનું કાવતરાનો ખુલાસો, મહેસાણા કોર્ટમાં ફરિયાદ
મહેસાણાના જેલ રોડ સ્થિત વિનયનગર સોસાયટીમાં રહેતા અને અગાઉ સાઉદી અરેબિયામાં નોકરી કરતા 45 વર્ષીય સુનીલકુમાર પટેલે પોતાની પત્ની અર્પિતા પટેલ સહિત પાંચ શખ્સો સામે જીવલેણ હુમલો કરવા, અપહરણ અને હત્યાનું ગુનાહિત કાવતરું રચવા અંગે મહેસાણા સિટી બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પત્નીના ચારિત્ર્ય પર શંકા જતાં ઘરમાં મુકેલા વોઇસ રેકોર્ડિંગ ડિવાઇસથી રૂ.70 લાખના ખર્ચે પતિની હત્યા કરવાના કાવતરાનો પર્દાફાશ થયો હતો. અગાઉ પોલીસ તંત્રમાં રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં આખરે પત્ની, સાળા અને ભાભી સહિતના આરોપીઓ સામે કાનૂની કાર્યવાહી કરવા પીડિતે કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા. સુનીલની કારને ટક્કર મારી અજાણ્યા શખસોએ ધોકા વડે હુમલો ફરિયાદી સુનીલકુમારના લગ્ન વર્ષ 2007માં મણુંદ ગામના અર્પિતા સાથે થયા હતા. સાઉદી અરેબિયાથી પરત આવ્યા બાદ પત્ની મોબાઈલ પર સતત અન્ય પુરુષ સાથે વાતો કરતી હોવાથી પતિને તેના પર શંકા ગઈ હતી. આ સમયગાળા દરમિયાન ભાંડુ નજીક સુનીલકુમારની ગાડીને પાછળથી ટક્કર મારી અજાણ્યા શખસોએ ધોકા વડે હુમલો કરી તેમનો હાથ ભાંગી નાખ્યો હતો. જોકે, તે સમયે ઘરસંસાર બચાવવાની દાનત રાખીને પતિએ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી. વોઇસ રેકોર્ડરથી કાવતરાનો ખુલાસો પત્નીની શંકાસ્પદ હિલચાલ પર નજર રાખવા સુનીલકુમારે ઘરમાં એક વોઇસ રેકોર્ડિંગ ડિવાઇસ મૂક્યું હતું, જેમાં પત્ની અને તેના સાથીદારો વચ્ચેની ચોંકાવનારી વાતચીત રેકોર્ડ થઈ ગઈ હતી. આ રેકોર્ડિંગમાં પતિનું હોસ્પિટલમાંથી અપહરણ કરી, ખેતરમાં ફેંકી દઈ કે ચાંપાનેર ખાતે મકાન ભાડે રાખીને હત્યા કરી નાખવાનું કાવતરું સામે આવ્યું હતું, જેના માટે રૂ.70 લાખ સુધીનો વ્યવહાર નક્કી થયો હતો. આ ઉપરાંત પત્નીએ પતિ વડોદરા જઈ રહ્યા હોવાની બાતમી આપી ત્યાં જ તેમનો કાંટો કાઢી નાખવાની યોજના પણ બનાવી હતી. પોલીસની નિષ્ક્રિયતા અને કોર્ટના આદેશથી ફરિયાદ આ ગંભીર બાબતે અગાઉ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે અને ડીએસપી કચેરીએ અરજીઓ કરવા છતાં કોઈ યોગ્ય તપાસ થઈ નહોતી. જેથી પીડિત પતિએ મહેસાણા કોર્ટમાં અર્પિતાબેન, તેમના ભાઈ સચિન ઉમેદભાઈ પટેલ, ભાભી જાગૃતિબેન અને બે અજાણ્યા ઈસમો સામે કડક કાર્યવાહી કરવા અરજી કરી હતી. આખરે કોર્ટના આદેશથી બી ડિવિઝન પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan