Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

સાયલામાં 700 લીટર દેશી દારૂ ઝડપાયો:ઇક્કો ગાડીમાંથી ₹3.40 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 5 views
સાયલામાં 700 લીટર દેશી દારૂ ઝડપાયો:ઇક્કો ગાડીમાંથી ₹3.40 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાલક ફરાર
સાયલા પોલીસે હડાળા ગામથી ઢાકણીયા ગામ તરફ જતા રોડ પરથી 700 લીટર દેશી દારૂ ભરેલી ઇક્કો ગાડી ઝડપી પાડી છે. આ દારૂ અને ગાડી મળી કુલ ₹3,40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, દારૂ ભરેલી ગાડીનો ચાલક પોલીસને જોઈને ફરાર થઈ ગયો હતો. સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું (IPS) દ્વારા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પ્રોહિબિશન અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના આધારે લીંબડી ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક વિશાલ રબારીના માર્ગદર્શન હેઠળ સાયલા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ. એન.એ. ડાભીએ પરિણામલક્ષી કામગીરી કરવા આદેશ કર્યો હતો. નાઈટ પેટ્રોલીંગ દરમિયાન સાયલા પોલીસ સ્ટાફના પો.કોન્સ. સિદ્ધરાજસિંહ અજીતસિંહ પરમારને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી. બાતમી મુજબ, સામતપર ગામનો મેરામણ ઉર્ફે રાહુલ રમેશભાઈ ચુ.કોળી ઇક્કો ગાડીમાં દેશી દારૂ ભરીને ઢાંકણીયા ગામ બાજુથી હડાળા બોર્ડ તરફ આવવાનો હતો. આ બાતમીના આધારે પોલીસે પંચો અને સ્ટાફ સાથે હડાળા બોર્ડથી ઢાંકણીયા તરફ જતા રોડ પર વોચ ગોઠવી હતી. સામેથી આવતી ઇક્કો ગાડી (રજી. GJ-03-FD-9155) પોલીસની સરકારી ગાડી જોઈને ચાલક મેરામણ ઉર્ફે રાહુલ રમેશભાઈ ચુ.કોળી ગાડી રોડની સાઈડમાં ઊભી રાખીને નાસી છૂટ્યો હતો. પોલીસે ગાડીની તપાસ કરતા તેમાંથી ગેરકાયદેસર પાસ-પરમિટ વગરનો 700 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો, જેની કિંમત ₹1,40,000 આંકવામાં આવી છે. ઇક્કો ગાડીની કિંમત ₹2,00,000 ગણી કુલ ₹3,40,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ફરાર આરોપી મેરામણ ઉર્ફે રાહુલ રમેશભાઈ ચુ.કોળી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં પો.હેડ કોન્સ. સંજયભાઈ ઘનશ્યામભાઈ ઘાઘરેટીયા, પો.કોન્સ. સિદ્ધરાજસિંહ અજીતસિંહ પરમાર, પો.કોન્સ. માવજીભાઈ ભુદરભાઈ કટોસણા અને પો.કોન્સ. હરપાલસિંહ ઇન્દ્રસિંહ પરમાર સહિતના પોલીસકર્મીઓ જોડાયા હતા.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan