Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

ઇનોવા બની 'દારૂની દુકાન', મોલના પાર્કિંગમાં રોયલ સ્ટેગ વેચાતી:ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ સુરતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, મકાન દલાલ અને 72 વર્ષના વૃદ્ધા ઝડપાયા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 22, 2026 👁 5 views
ઇનોવા બની 'દારૂની દુકાન', મોલના પાર્કિંગમાં રોયલ સ્ટેગ વેચાતી:ભાવનગર લઠ્ઠાકાંડ બાદ પણ સુરતમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ, મકાન દલાલ અને 72 વર્ષના વૃદ્ધા ઝડપાયા
ભાવનગરમાં લઠ્ઠાકાંડ બાદ રાજ્યભરમાં પોલીસ એલર્ટ થઈ ગઈ છે અને બુટલેગરો સામે સઘન ચેકિંગ હાથ ધરાયું છે. સુરતના સરથાણા પોલીસે પેલેડિયમ મોલના પાર્કિંગમાં દરોડો પાડી સિલ્વર ઇનોવા કારમાંથી 'મહારાષ્ટ્ર ઓન્લી ફોર સેલ' માર્કાવાળી રોયલ સ્ટેગની બોટલ અને બિયર સહિત 168 નંગ બોટલ-ટીન ઝડપી પાડ્યા હતા. તો બીજી તરફ ગભેણી ગામમાંથી 72 વર્ષના વૃદ્ધાને 178 નંગ દારૂ-બિયરના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. આ ઉપરાંત બનાસકાંઠાથી ટ્રકમાં દારૂનો જથ્થો કચ્છ પહોંચે તે પહેલાં પોલીસે માળિયા હાઈવે પરથી 16,924 બોટલ સાથે એક રાજસ્થાની શખ્સને ઝડપી પાડ્યો છે. છોટા ઉદેપુરમાંથી વિદેશી દારૂની 1740 બોટલો પણ જપ્ત કરવામાં આવી છે. ગુજરાત પોલીસે એક દિવસમાં કુલ 29 લાખનો દારૂ ઝડપી પાડ્યો છે. સુરત પોલીસના પેલેડિયમ મોલના પાર્કિંગમાં દરોડા સરથાણા પોલીસે જાણીતા પેલેડિયમ મોલના પાર્કિંગમાં રેડ કરી હતી. ત્યાં શંકાસ્પદ સિલ્વર કલરની ઇનોવા કાર (GJ-18-AH-4458) માં તપાસ કરી હતી. જેમાંથી પરમિટ વિનાનો મહારાષ્ટ્ર બનાવટનો ઇંગ્લિશ દારુ મળી આવ્યો હતો. પોલીસે કારમાંથી રોયલ સ્ટેગ સહિતની વિવિધ બ્રાન્ડની કાચની બોટલ તેમજ બિયર ટીન મળી કુલ 168 નંગ કિંમત ₹26,112નો દારૂ તેમજ 3,00,000 લાખની ઈનોવા કાર મળી કૂલ 3,26,112નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. અમરેલીનો મકાન દલાલ જેલ ભેગો, કડોદરાનો સપ્લાયર વોન્ટેડ પોલીસે આરોપી હિતેષ ઉર્ફે ભુરો રમેશભાઈ સાબલપરા (ઉ.વ. 41, ધંધો- મકાન દલાલી, રહે. ભગવતી કૃપા સોસાયટી, કિરણ ચોક, સુરત, મૂળ-રહે. ચાવંડ, જિ. અમેરલી)ની ધરપકડ કરી છે. પોલીસ પૂછપરછમાં મહારાષ્ટ્રથી મંગાવેલા આ દારૂના નેટવર્કમાં કડોદરા ગામના છોટુ નામનો શખ્સ હોવાનું સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો. વિદેશી દારૂની બોટલો સાથે 72 વર્ષની વૃદ્ધા ઝડપાઈ સચીન GIDC પોલીસની ટીમે ગભેણી ગામના સારંગ ફળિયામાં દરોડો પાડીને મોટા પાયે ગેરકાયદેસર દારૂનું વેચાણ કરતી 72 વર્ષીય વિધવા વૃદ્ધા મંછીબેન ડાહ્યાભાઈ લાલુભાઈ ખલાસીને 178 બોટલ વિદેશી દારૂ અને બિયર (કિંમત રૂ. 26,068)ના જથ્થા સાથે રંગેહાથ ઝડપી પાડી છે. ઝડપાયેલી વૃદ્ધા રીઢા ગુનેગાર તરીકે સક્રિય છે અને તેની સામે અગાઉ સચીન GIDC, ભેસ્તાન અને ખટોદરા પોલીસ મથકમાં પ્રોહિબિશનના 23 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. બનાસકાંઠાથી ટ્રકમાં દારૂનો જથ્થો કચ્છ પહોંચે તે પહેલા ઝડપાયો મોરબી-માળિયા નેશનલ હાઇવે પર ભીમાસર ચોકડી પાસેથી રેન્જ આઈજીની ટીમે તાળપત્રી બાંધીને દારૂની હેરાફેરી કરતી ટ્રકમાંથી 16,924 બોટલ દારૂ અને બિયરનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. બનાસકાંઠાથી કચ્છ તરફ જતી આ ટ્રકમાંથી પોલીસે રૂ.24.03 લાખની કિંમતનો વિદેશી દારૂ અને રૂ.10 લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂ.34.08 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે રાજસ્થાનના જાલોર જિલ્લાના નિવાસી ડ્રાઈવર ખેતારામ ઠાકુરામ માજીરાણાની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. છોટા ઉદેપુરમાં 3.94 લાખનો વિદેશી દારૂ ઝડપાયો છોટા ઉદેપુર પોલીસે રંગપુર નાકા પાસે ઓરસંગ બ્રિજ નજીક વોચ ગોઠવીને રૂ.3,94,068 ની કિંમતના 1740 બોટલ વિદેશી દારૂ સાથે હ્યુન્ડાઈ વેન્યુ ગાડી ઝડપી પાડી છે. પોલીસે સ્થળ પરથી બે આરોપીઓ નરેશ ઉર્ફે કટ્ટો તેરસિંગ રાઠવા અને મુકેશ રામજી રાઠવા (બંને રહે. બૈડવી નિશાળ ફળિયા, છોટા ઉદેપુર) ની ધરપકડ કરી છે. પોલીસે દારૂ, વેન્યુ કાર અને મોબાઈલ ફોન સહિત કુલ રૂ.12,99,068 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan