top
સુરતમાં નકલી અખાદ્ય માવા-મીઠાઈના મોટા ગોરખધંધાનો પર્દાફાશ:723 કિલો નકલી અખાદ્ય માવો અને મીઠાઈ ઝડપાઈ, રંગ ભેળવેલા ડુપ્લિકેટ માવાથી 3 વર્ષથી મીઠાઈ બનાવતો
સુરતમાં લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા અને અખાદ્ય ખાદ્યસામગ્રીનું વેચાણ-ઉત્પાદન કરતા શખ્સો સામે ઝોન-1 એલસીબી શાખાએ સપાટો બોલાવ્યો છે. સરથાણામાંથી નકલી અખાદ્ય માવો અને તૈયાર મીઠાઈઓનો 723 કિલોનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 'શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટ'માં નકલી દૂધનો માવો તથા મીઠાઈ બનાવાતી બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું. સરથાણા સેલિબ્રેશન કમ્પાઉન્ડ, શિક્ષાપત્રી એવન્યુ સામે અને રોયલ પાર્કની બાજુમાં આવેલા એક પતરાના શેડમાં રેડ કરવામાં આવી હતી. જ્યાં તપાસ કરતા મૂળ જૂનાગઢના મેંદરડા તાલુકાના દાત્રાણા ગામના વતની અને હાલ લસકાણાના શામળા રો-હાઉસમાં રહેતા 39 વર્ષીય ભાવેશ છગનભાઈ વઘાસિયા દ્વારા 'શ્રી મહાકાલ કેટરર્સ એન્ડ સ્વીટ' ના નામે નકલી દૂધનો માવો તથા મીઠાઈ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યું હતું. 723 કિલો જથ્થા સહિતનો 1.42 લાખનો મુદ્દામાલ જપ્ત આ નકલી અને ભેળસેળયુક્ત માવો તેમજ મીઠાઈનો જથ્થો શહેરની અલગ-અલગ દુકાનોમાં સપ્લાય કરવામાં આવતો હોવાની વિગતો મળતાં જ, સુરત મનપાના ફૂડ સેફ્ટી ઓફિસરને સાથે રાખીને સંયુક્ત દરોડો પાડવામાં આવ્યો હતો. સ્થળ પરથી ફૂડ એન્ડ સેફ્ટી અધિકારી દ્વારા અલગ-અલગ બ્રાન્ડ અને ખુલ્લા માવા સહિત મીઠાઈઓનો કુલ 723 કિલોગ્રામ જથ્થો, જેની અંદાજિત બજાર કિંમત ₹1,42,500 થાય છે, તે કબ્જે કરવામાં આવ્યો હતો. લુઝ માવો, મોતીચૂરના લાડુ સહિતનો સમાવેશ કબ્જે કરાયેલા મુદ્દામાલમાં ₹21,420ની કિંમતનો 119 કિલો લુઝ માવો, ₹40,800ની કિંમતનો 170 કિલો "GIR MADHAV SWEET MAVA" લખેલા પેકેટ્સ, ₹10,800ની કિંમતનો 60 કિલો "SHREE GWAAL SWEETS" લખેલ પેકિંગ માવો, ₹20,680ની કિંમતનો 94 કિલો પ્લાસ્ટિક થેલીમાં ભરેલો સફેદ માવો, ₹22,400ની કિંમતના 160 કિલો મોતીચૂરના લાડુ તેમજ ₹26,400ની કિંમત ધરાવતી લીલા અને પિંક કલરની 120 કિલો બરફીનો સમાવેશ થાય છે. 180 કિલોના ભાવે રંગ ભેળવેલો ડુપ્લિકેટ માવો લાવતો ડીસીપી આલોક કુમારે જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે સરથાણા પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીમાં ભાવેશ છગનભાઈ વઘાસિયા નામના વ્યક્તિની બનાવટી માવામાંથી મીઠાઈ બનાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે આરોપી તાલાલા અને અમદાવાદ જેવા વિવિધ વિસ્તારોમાંથી આશરે ₹180 પ્રતિ કિલોના ભાવે રંગ ભેળવેલો ડુપ્લિકેટ માવો લાવતો હતો. ત્યારબાદ તેમાંથી વિવિધ મીઠાઈઓ બનાવી અલગ-અલગ દુકાનોમાં હોલસેલ ભાવે વેચતો હતો અને આ ગોરખધંધો છેલ્લા ત્રણ વર્ષથી ચલાવતો હતો. ઝેરી કે હાનિકારક તત્વોની તપાસ કરાશે આ સામગ્રીમાં માનવ સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પહોંચાડે તેવા કોઈ ઝેરી કે હાનિકારક તત્વો છે કે નહીં તેની તપાસ કરવામાં આવી રહી છે. આગામી તહેવારોની મોસમને ધ્યાને રાખીને પ્રજાના આરોગ્ય સાથે ચેડાં કરનારા તત્વો સામે કડક પગલાં લેવા માટે પોલીસ સતત સતર્કતા રાખી રહી છે.
Read full article on Divya Bhaskar