Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

રૂ.7.77 કરોડની છેતરપિંડી મામલે આરોપી પોલીસ પકડથી દૂર:રાજકોટમાં બુલિયનમાં સોનુ રોકવાના નામે 4 વેપારી સાથે ઠગાઈ : ફુલેકુ ફેરવનાર સોની વેપારીએ અન્ય રાજ્યમાં ગૂનો આચર્યાનો ઘટસ્ફોટ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 30, 2026 👁 2 views
રૂ.7.77 કરોડની છેતરપિંડી મામલે આરોપી પોલીસ પકડથી દૂર:રાજકોટમાં બુલિયનમાં સોનુ રોકવાના નામે 4 વેપારી સાથે ઠગાઈ : ફુલેકુ ફેરવનાર સોની વેપારીએ અન્ય રાજ્યમાં ગૂનો આચર્યાનો ઘટસ્ફોટ
રાજકોટમાં સોની બજારના વેપારી સાથે રૂ.7.77 કરોડથી વધુની છેતરપિંડી આચરી ફરાર થઈ જતો અન્ય સોની વેપારી ઘટનાના 2 દિવસ બાદ પણ પોલીસ પકડથી દૂર છે. બુલિયનમાં સોનુ રોકી 24 કલાકના પરત આપવાની બાયંધરી આપ્યા બાદ દુકાન અને ફોન બંધ કરી ફરાર થઈ જતા શખ્સને પકડી પાડવા માટે પોલીસ તેમની દુકાને પહોંચી હતી જોકે દુકાનમાં તાળું હતું ત્યારે ઘરે પહોંચતા આરોપીના માત્ર પિતા જ હાજર જોવા મળ્યા હતા. આરોપીએ અગાઉ ગુજરાત બહાર છેતરપિંડી કરી હોવાનું તપાસમાં સામે આવ્યો છે તે વખતે પોલીસે તેની દુકાને પહોંચી મુદ્દામાલ રિકવર કર્યો હતો. જોકે આરોપીનું લોકેશન હજુ સુધી પોલીસ શોધી શકી નથી. રાજકોટ ACP બી.જે.ચૌધરીએ જણાવ્યું હતું કે, રાજકોટ શહેરમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત આવતી પ્રખ્યાત સોની બજારમાં સોનાની લેવડ-દેવડમાં કરોડો રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. સોની બજારમાં કૃષ્ણ ચેમ્બર્સમાં 'રમેશચંદ્ર એન્ડ સન્સ' નામની દુકાન ધરાવતા અને સોના-ચાંદીનો વેપાર કરતા જતિનભાઈ ઉર્ફે કાનાભાઈ રમેશભાઈ પાટડીયા નામના વેપારી સાથે આ વિશ્વાસઘાત અને ઠગાઈ કરવામાં આવી છે. આ ગુનામાં હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ શાંતિલાલ લોઢિયા મુખ્ય આરોપી છે. જેઓ પોતે પણ સોના-ચાંદીની 'મારુતિ જ્વેલર્સ' નામની દુકાન ચલાવે છે અને સોની બજારમાં જ વેપાર કરે છે. ગત તા.26 ઓક્ટોબરના આરોપી હસમુખભાઈએ અલગ-અલગ વ્યક્તિઓને મોકલીને ફરિયાદી જતિનભાઈ પાસેથી 4 કિલો સોનું મેળવ્યું હતું અને બુલિયનનો વેપાર કરતા હતા. આ ઉપરાંત અન્ય ત્રણ વેપારીઓ પાસેથી પણ અલગ-અલગ માત્રામાં (જેમ કે 200 ગ્રામ, 100 ગ્રામ અને 60 ગ્રામ) સોનું મેળવવામાં આવ્યું હતું. કુલ મળીને આશરે 1360 ગ્રામ (1.36 ટન) સોનું મેળવવામાં આવ્યું હતું. જેની કુલ કિંમત અંદાજે રૂ.7,77,73,671 જેટલી થાય છે. આ સોનું મેળવીને આરોપી વિશ્વાસઘાત કરી નાસી છૂટ્યો છે. ઘટનાની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ દ્વારા આરોપીની દુકાન અને જ્વેલર્સની દુકાન પર રેડ કરી તપાસ હાથ ધરવામાં આવી છે. બેંકમાંથી વિગતો મેળવીને બેંક ખાતાઓની માહિતી ફ્રીઝ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. આરોપીને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો બનાવીને તપાસ અર્થે રવાના કરી દેવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ પણ આરોપી દ્વારા ગુજરાત બહારના રાજ્યોમાં આવા પ્રકારના ગુનાઓ આચરવામાં આવ્યા હતા અને સોની બજારમાં પોલીસ આવી મુદ્દામાલ રિકવર કર્યો હોવાની માહિતી સામે આવી છે. હાલ આરોપીના પિતા ઘરે હાજર છે અને પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે. પોલીસ દ્વારા છેતરપિંડી કરનાર સોની વેપારીના ઘર અને મારુતિ જ્વેલર્સ ઓફિસે તપાસ કરવામાં આવી હતી જોકે તે આરોપીના પિતા જ હાજર હતા. હાલ પોલીસ દ્વારા આરોપીના બેંક ખાતા ફ્રીઝ કરી દેવામાં આવ્યા છે. આરોપી દ્વારા ગુજરાત બહારના રાજ્યમાં ગુનો આચરવામા આવ્યો હતો અને પોલીસ દ્વારા તેની ઓફિસમાંથી મુદ્દામાલની રિકવરી કરવામાં આવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan