crime
સરખેજ-સાણંદ ચોકડી પાસે ગોડાઉનમાં ભીષણ આગ:ઈન્ડિયા એસ્ટેટમાં ટાયરના ગોડાઉનમાં આગથી ફાયરની 8 ગાડી ઘટનાસ્થળે, એસ્ટેટમાં ઓફિસો અને દુકાનો ખાલી કરાવાઈ
આજે 19 ઑગસ્ટે શહેરના સરખેજ-સાણંદ ચોકડી પાસે રીલીફ હોટલની ગલીમાં ઇન્ડિયા એસ્ટેટ ટાયરના ગોડાઉનમાં ભીષણ આગ લાગવાની ઘટના બની છે. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા 8 ગાડીઓ ઘટના સ્થળ પહોંચી છે. આગ ખૂબ જ વિકરાળ હોવાના પગલે ફાયર બ્રિગેડની ટીમો દ્વારા પાણીનો મારો ચલાવી આગને બૂઝાવવાના પ્રયત્ન શરૂ કરવામાં આવ્યા છે. જ્યારે આગના ધુમાડા પણ દૂર દૂર સુધી જોવા મળી રહ્યા છે. એસ્ટેટમાં દુકાનો, ઓફિસો ખાલી કરાવી દેવામાં આવી ઈન્ડિયા એસ્ટેટમાં આવેલી ગલીમાં ટાયરના ગોડાઉનમાં આગ લાગવાની ઘટના ખૂબ જ ધુમાડો થઈ રહ્યો છે અને ટાયરનું ગોડાઉન હોવાના કારણે લોકોને ખૂબ જ તકલીફ પડી રહી છે. એસ્ટેટમાં આવેલી અન્ય ઓફિસો અને દુકાનોને પણ ખાલી કરાવી દેવામાં આવી છે.
Read full article on Divya Bhaskar