crime
સમલાપુરમાં 8 વર્ષના બાળકનું અપહરણ બાદ મોત:19 વર્ષીય આરોપી સાવનજી ઠાકોરે હત્યાની કબૂલાત કરી; કૂવામાંથી માસૂમનો મૃતદેહ કઢાયો; મિલકતનો વિવાદ અને અંધશ્રદ્ધાની શંકા
સાબરકાંઠાના ઇડર પંથકના સમલાપુર ગામમાં 8 વર્ષના માસૂમ બાળક કેવલ ઠાકોરનું રવિવાર રાત્રિથી ગુમ થયા બાદ અપહરણ કરી કૂવામાં ફેંકી હત્યા કરવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના અંગે પોલીસે શંકાના આધારે 19 વર્ષીય સાવનજી અલખાજી ઠાકોરની અટકાયત કરતાં તેણે હત્યાની કબૂલાત કરી હતી. પ્રાથમિક તપાસમાં મિલકત વિવાદ અને અંધશ્રદ્ધાના કારણે આ હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. ભૂતકાળમાં મૃતક બાળકના મોટાભાઈનું પણ તળાવમાં ડૂબવાથી મોત થયું હોવાથી પોલીસ તે દિશામાં પણ તપાસ લંબાવી રહી છે. હાલમાં મૃતદેહને પીએમ અર્થે ખસેડી પોલીસે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી છે. રવિવાર રાતથી ગુમ બાળકની શોધખોળ હાથ ધરાઈ સમલાપુર ગામમાંથી 8 વર્ષનો માસૂમ કેવલ ઠાકોર રવિવાર રાતથી અચાનક ગુમ થયો હતો. પરિવારે સ્થાનિક સ્તરે શોધખોળ હાથ ધરવા સાથે પોલીસને જાણ કરતા તંત્રએ તપાસ આરંભી હતી. પોલીસ પૂછપરછમાં 19 વર્ષીય સાવનજીએ હત્યા કબૂલી તપાસ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતાં 19 વર્ષીય સાવનજી અલખાજી ઠાકોરની અટકાયત કરી હતી. સઘન પૂછપરછ દરમિયાન સાવનજીએ કેવલનું અપહરણ કરી તેની હત્યા કરી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હતી. ગામની સીમના કૂવામાંથી માસૂમનો મૃતદેહ મળ્યો આરોપીની કબૂલાતના આધારે પોલીસે ગામની સીમમાં આવેલા કૂવામાં તપાસ હાથ ધરી હતી. જ્યાંથી કેવલનો મૃતદેહ મળી આવતાં તેને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યો છે. મિલકત વિવાદ અને અંધશ્રદ્ધાના કારણે હત્યાની શંકા પોલીસ તપાસ અનુસાર મૃતક અને આરોપીના પરિવાર વચ્ચે લાંબા સમયથી મિલકત અંગે વિવાદ ચાલતો હતો. આ ઉપરાંત આરોપીને મૃતકના પરિવાર પ્રત્યે અંધશ્રદ્ધા અને વહેમ હોવાની વિગતો પણ સામે આવી છે. મોટાભાઈના અગાઉના મોત અંગે પણ તપાસ શરૂ ઘટનામાં ચોંકાવનારો વળાંક ત્યારે આવ્યો જ્યારે સામે આવ્યું કે થોડા વર્ષો અગાઉ કેવલના મોટાભાઈનું પણ તળાવમાં ડૂબવાથી મોત થયું હતું. તે મોત અકસ્માત હતું કે તેની પાછળ કોઈ ષડયંત્ર હતું તે અંગે પોલીસ તપાસ કરી રહી છે. પોલીસે આરોપી સાવનજીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી કરી પોલીસે આરોપી સાવનજી ઠાકોર સામે કાયદેસર કાર્યવાહી કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે. રિમાન્ડ દરમિયાન હત્યાના ચોક્કસ કારણો અને ભૂતકાળના બનાવ અંગે વધુ રહસ્યો પરથી પડદો ઊંચકાશે.
Read full article on Divya Bhaskar