Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

8મું પગાર પંચ: કર્મચારીઓના પગારમાં થશે 3 થી 4 ગણો મોટો વધારો? જાણો સંપૂર્ણ ગણતરી

📰 Abp News 🕐 1 min read 📅 September 20, 2026 👁 1 views
8મું પગાર પંચ: કર્મચારીઓના પગારમાં થશે 3 થી 4 ગણો મોટો વધારો? જાણો સંપૂર્ણ ગણતરી

8th Pay Commission updates: કેન્દ્ર સરકારના લાખો કર્મચારીઓ અને પેન્શનરો માટે એક અત્યંત આનંદના સમાચાર સામે આવી રહ્યા છે. લાંબા સમયથી જેની આતુરતાપૂર્વક રાહ જોવાતી હતી તે 8મા પગાર પંચ (8th Pay Commission) નો માહોલ હવે જામી રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી પગાર પંચ કોઈ સામાન્ય રાહત આપનારું નહીં હોય. જો કર્મચારી સંગઠનોની માંગણીઓ સ્વીકારવામાં આવશે, તો પગારમાં ત્રણથી ચાર ગણો મોટો કૂદકો જોવા મળી શકે છે.

ફિટમેન્ટ ફેક્ટર શું છે અને તેની માંગ કેમ વધી?

હાલમાં સૌથી મોટી ચર્ચા 'ફિટમેન્ટ ફેક્ટર' (Fitment Factor) વિશે થઈ રહી છે. આ ફેક્ટર એવો આંકડો છે જેના દ્વારા વર્તમાન મૂળ પગારને નવા મૂળ પગારમાં રૂપાંતરિત કરવામાં આવે છે (વર્તમાન મૂળ પગાર × ફિટમેન્ટ ફેક્ટર = નવો મૂળ પગાર). 6ઠ્ઠા પગાર પંચમાં આ આંકડો 1.86 હતો અને 7મા પગાર પંચમાં 2.57 રાખવામાં આવ્યો હતો.

છેલ્લા બે દાયકામાં મોંઘવારીમાં કમરતોડ વધારો થયો છે. ઘરખર્ચ, શિક્ષણ, આરોગ્ય અને રોજેરોજની જરૂરિયાતોના ભાવો આસમાને પહોંચ્યા છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, કર્મચારી યુનિયનો 3.0 થી 4.0 ની વચ્ચે ફિટમેન્ટ ફેક્ટર રાખવાની જોરદાર માંગ કરી રહ્યા છે. જો સરકાર આ રેન્જમાં કોઈ આંકડો સ્વીકારે છે, તો પગારમાં ઐતિહાસિક વધારો થશે.

પગારમાં કેટલો વધારો થઈ શકે? (સંભવિત અંદાજ)

ચાલો 2.75 અને 3.5 ના ફિટમેન્ટ ફેક્ટરના આધારે વિવિધ સ્તરે પગારમાં કેટલો વધારો થઈ શકે તેનું ગણિત સમજીએ:

લેવલ 1: વર્તમાન બેઝિક 18000 રૂપિયા | (2.75 મુજબ: 49500 રૂપિયા) | (3.5 મુજબ: 63000 રૂપિયા)

લેવલ 2: વર્તમાન બેઝિક 19900 રૂપિયા | (2.75 મુજબ: 54725 રૂપિયા) | (3.5 મુજબ: 69650 રૂપિયા)

લેવલ 3: વર્તમાન બેઝિક 21700 રૂપિયા | (2.75 મુજબ: 59675 રૂપિયા) | (3.5 મુજબ: 75950 રૂપિયા)

લેવલ 4: વર્તમાન બેઝિક 25500 રૂપિયા | (2.75 મુજબ: 70125 રૂપિયા) | (3.5 મુજબ: 89250 રૂપિયા)

લેવલ 5: વર્તમાન બેઝિક 29200 રૂપિયા | (2.75 મુજબ: 80300 રૂપિયા) | (3.5 મુજબ: 102200 રૂપિયા)

લેવલ 6: વર્તમાન બેઝિક 35400 રૂપિયા | (2.75 મુજબ: 97350 રૂપિયા) | (3.5 મુજબ: 123900 રૂપિયા)

લેવલ 7: વર્તમાન બેઝિક 44900 રૂપિયા | (2.75 મુજબ: 123475 રૂપિયા) | (3.5 મુજબ: 157150 રૂપિયા)

લેવલ 10: વર્તમાન બેઝિક 56100 રૂપિયા | (2.75 મુજબ: 154275 રૂપિયા) | (3.5 મુજબ: 196350 રૂપિયા)

લેવલ 13: વર્તમાન બેઝિક 123100 રૂપિયા | (2.75 મુજબ: 338525 રૂપિયા) | (3.5 મુજબ: 430850 રૂપિયા)

લેવલ 18: વર્તમાન બેઝિક 250000 રૂપિયા | (2.75 મુજબ: 687500 રૂપિયા) | (3.5 મુજબ: 875000 રૂપિયા)

એક ઉદાહરણ તરીકે સમજીએ તો, લેવલ 6 ના કર્મચારીનો હાલનો બેઝિક પગાર 35400 રૂપિયા છે. 3.5 નો ફેક્ટર લાગુ પડતાં તે વધીને સીધો 123900 રૂપિયા થઈ જશે, જે લગભગ 3.5 ગણો ઉછાળો દર્શાવે છે.

ભથ્થાઓ અને પેન્શનમાં જંગી ઉછાળો

ખાસ યાદ રાખો કે આ આંકડાઓ માત્ર બેઝિક (મૂળ) પગારના છે. નવો બેઝિક પગાર નક્કી થયા બાદ, તેના પર ગણાતું મોંઘવારી ભથ્થું (DA), ઘરભાડા ભથ્થું (HRA), મુસાફરી ભથ્થું સહિતના અન્ય ભથ્થાઓમાં પણ પ્રમાણસર મોટો વધારો થશે. આનાથી કર્મચારીઓના હાથમાં આવતા કુલ પગારમાં નોંધપાત્ર વૃદ્ધિ થશે. આ ઉપરાંત, પેન્શનરોના પેન્શનની ગણતરી પણ નવા બેઝિક પગારના આધારે થતી હોવાથી તેમને પણ સીધો અને મોટો આર્થિક ફાયદો મળશે.

ચિત્ર ક્યારે સ્પષ્ટ થશે?

8મા પગાર પંચની વિધિવત રચના 3 નવેમ્બર 2025 ના રોજ કરવામાં આવી હતી અને તેને પોતાનો અંતિમ રિપોર્ટ તૈયાર કરવા માટે 18 મહિનાનો સમય ફાળવવામાં આવ્યો છે. હાલમાં કમિશન દ્વારા દેશભરના કર્મચારીઓ, યુનિયનો અને અન્ય હિસ્સેદારો સાથે વ્યાપક સલાહ-સૂચન કરવામાં આવી રહ્યું છે. રિપોર્ટ રજૂ થયા બાદ જ કેન્દ્ર સરકાર આ અંગે અંતિમ નિર્ણય લેશે.

(ડિસ્ક્લેમર: આ લેખમાં આપેલા આંકડાઓ માત્ર અંદાજિત ગણતરીઓ પર આધારિત છે. અંતિમ પગાર વધારામાં સરકારના સત્તાવાર નિર્ણય મુજબ નોંધપાત્ર ફેરફારો થઈ શકે છે.)

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan