crime
ભરૂચના થામ ગામે 8 ફૂટનો અજગર દેખાયો:રેસ્ક્યુ ટીમે અજગરને પકડી સલામત સ્થળે છોડ્યો
ભરૂચ જિલ્લાના થામ ગામમાં નાની કેનાલ પાસે આશરે 8 ફૂટ લાંબો અજગર દેખાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી હતી. આરએફઓ દિવ્યા ચૌધરીનો ફોન મળતાં પ્રકૃતિ સંરક્ષણ ચેરીટેબલ ટ્રસ્ટની રેસ્ક્યુ ટીમના રમેશ દવે અને જયરામ ગલચર સ્થળ પર પહોંચ્યા હતા. ટીમે સાવચેતીપૂર્વક અજગરને પકડી સલામત સ્થળે છોડ્યો હતો. કામગીરી દરમિયાન વન્યજીવને નુકસાન ન થાય તેની કાળજી રાખવામાં આવી હતી. વન્યજીવ રહેણાક વિસ્તાર કે જાહેર સ્થળે દેખાય તો તેને પકડવાનો કે નુકસાન પહોંચાડવાનો પ્રયાસ ન કરવો. તેના બદલે વન વિભાગ અથવા તાલીમબદ્ધ રેસ્ક્યુ ટીમને જાણ કરવી.
Read full article on Divya Bhaskar