Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

રાધનપુર-કંડલા હાઇવે પર જૂની અદાવતમાં જૂથ અથડામણ:ધારીયા-લાકડી વડે હુમલો કરી બે યુવકોને ગંભીર ઈજા પહોંચાડનાર 8 સામે ગુનો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 23, 2026 👁 2 views
રાધનપુર-કંડલા હાઇવે પર જૂની અદાવતમાં જૂથ અથડામણ:ધારીયા-લાકડી વડે હુમલો કરી બે યુવકોને ગંભીર ઈજા પહોંચાડનાર 8 સામે ગુનો
પાટણ જિલ્લામાં રાધનપુર-કંડલા હાઇવે પર કોલેજ રોડના પુલ પાસે રાત્રિના સમયે જૂની અદાવતને લઈને બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. સામાન્ય બોલાચાલી બાદ 8 જેટલા ઈસમોએ એકસંપ થઈ ધારીયા, લાકડી અને પટ્ટા વડે હુમલો કરી બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. બનાવને પગલે રાધનપુર પોલીસ સ્ટેશનમાં 8 આરોપીઓ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મોટરસાઇકલ ઊભી રાખી પૂછપરછ કરતાં બોલાચાલી સાતુન ગામના રહેવાસી દિનેશ પરમાર પોતાના સાથીઓ સાથે મોટરસાઇકલ પર રાધનપુરથી ઘરે પરત ફરી રહ્યા હતા. દરમિયાન રાત્રિના આશરે 2 વાગ્યે કોલેજ રોડ સામેના પુલ પાસે કેટલાક ઓળખીતા ઈસમો બેઠેલા જોવા મળતાં તેમણે મોટરસાઇકલ ઊભી રાખી ત્યાં બેસવાનું કારણ પૂછ્યું હતું. આ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી, જે બાદ મામલો ઉગ્ર બન્યો હતો. ધારીયા-લાકડી વડે હુમલો કર્યો બોલાચાલી બાદ સમીર ઘાંચીએ ફોન કરીને પોતાના સાથીઓને સ્થળ પર બોલાવ્યા હતા. ત્યારબાદ અન્ય આરોપીઓ મોટરસાઇકલ અને બુલેટ પર ધારીયા તથા લાકડીઓ જેવા હથિયારો સાથે ત્યાં પહોંચ્યા હતા. આરોપી ઈમરાન ઘાંચીએ દિનેશ પરમારના માથામાં ધારીયાનો ઘા માર્યો હતો, જ્યારે સમીર ઘાંચીએ લાકડી વડે તેમના પગ પર હુમલો કર્યો હતો. અન્ય આરોપીઓએ પણ ગડદાપાટુનો માર માર્યો હતો અને વચ્ચે છોડાવવા આવેલા સાથી પર પટ્ટા વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન મોબાઇલ ફોનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. એક યુવકને માથામાં 5 ટાંકા, પગમાં ફ્રેક્ચર હુમલા બાદ આરોપીઓ જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્તોને તાત્કાલિક રાધનપુર રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. દિનેશ પરમારના માથામાં 5 ટાંકા આવ્યા હતા અને બંને પગમાં ફ્રેક્ચર હોવાનું જણાતા તેમને વધુ સારવાર માટે ધારપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. 8 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ દિનેશ પરમારની ફરિયાદના આધારે પોલીસે રોહિત ઠાકોર, સોનજી ઠાકોર, સમીર ફારૂકભાઈ ઘાંચી, ઈમરાન ઘાંચી, અરીન ઘાંચી, લાલા ઠાકોર, સમીર અકબરભાઈ ઘાંચી અને સંજય સરદાર સામે બી.એન.એસ. તથા જી.પી. એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી આરોપીઓને ઝડપી પાડવા માટે કાર્યવાહી શરૂ કરી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan