Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

પાટડીમાં વિદેશી દારૂ ભરેલું ડમ્પર ઝડપાયું:8460 બોટલ દારૂ અને બીયર સાથે બે આરોપી ઝડપાયા, કુલ 44.96 લાખનો મુદ્દામાલ જપ્ત

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 September 5, 2026 👁 6 views
પાટડીમાં વિદેશી દારૂ ભરેલું ડમ્પર ઝડપાયું:8460 બોટલ દારૂ અને બીયર સાથે બે આરોપી ઝડપાયા, કુલ 44.96 લાખનો મુદ્દામાલ જપ્ત
પાટડી જૈનાબાદ રોડ પરથી સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂ ભરેલું એક ડમ્પર ઝડપી પાડ્યું છે. આ ડમ્પરમાંથી 24.86 લાખ રૂપિયાનો દારૂ અને બીયર મળી કુલ 8460 નંગ બોટલ જપ્ત કરવામાં આવી છે. પોલીસે કુલ 44.96 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી બે આરોપીઓની ધરપકડ કરી છે. રાજકોટ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયે રેન્જના જિલ્લાઓમાં દારૂ અને જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે બંધ કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂએ પણ અસરકારક કામગીરી કરવા આદેશ આપ્યો હતો. આ આદેશના પગલે હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી. પાટડી જૈનાબાદ રોડ પર રસના સોલાર પ્લાન્ટના બોર્ડ પાસે પોલીસે વોચ ગોઠવી હતી. અહીંથી પસાર થઈ રહેલા GJ-08-AY-6658 નંબરના ડમ્પરને રોકી તપાસ કરતા તેમાંથી દારૂનો જથ્થો મળ્યો હતો. પોલીસે ડમ્પરમાંથી અલગ અલગ બ્રાન્ડની પ્લાસ્ટિક અને કાચની નાની-મોટી 7572 દારૂની બોટલો અને 888 બીયર ટીન જપ્ત કર્યા. આ દારૂ અને બીયરની કુલ કિંમત 24,86,700 રૂપિયા થાય છે. આ ઉપરાંત, 20 લાખ રૂપિયાનું ડમ્પર, 10,000 રૂપિયાના બે એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને બે તાલપત્રી પણ કબજે કરવામાં આવી છે. આમ, કુલ 44,96,700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. પોલીસે ડમ્પરના ચાલક અશોકભાઈ જયંતિભાઈ ભાભેરા અને ક્લીનર આકાશભાઈ અરજણભાઈ ભાભેરાની ધરપકડ કરી છે. બંને રાધનપુર તાલુકાના ધરવડી ગામના રહેવાસી છે. તેમની સામે પાટડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં દારૂનો જથ્થો ભરી આપનાર શ્રવણ ઠાકોર (રહે. માંડલા, તા. ઓગળ, જિ. બનાસકાંઠા), ડમ્પરના માલિક અને દારૂ મંગાવનાર અજાણ્યા ઇસમ સહિત અન્ય આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ શરૂ કરી છે. આ કામગીરીમાં LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમા, ASI કિશોરભાઈ પારઘી, હેડ કોન્સ્ટેબલ અજયસિંહ ઝાલા, અરવિંદસિંહ ઝાલા, રાકેશકુમાર સોલંકી, કોન્સ્ટેબલ શક્તિસિંહ ચૌહાણ, વિરપાલસિંહ ઝાલા અને યુવરાજસિંહ વાઘેલા સહિતની ટીમે ભાગ લીધો હતો.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan