Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

ફરિયાદ નોંધાઈ:શેરબજારમાં નફાની લાલચ આપી રૂ. 85.52 લાખની છેતરપિંડી કરી

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 November 4, 2026 👁 1 views
ફરિયાદ નોંધાઈ:શેરબજારમાં નફાની લાલચ આપી રૂ. 85.52 લાખની છેતરપિંડી કરી
શેરબજારમાં ઊંચા વળતર અને નફામાં ભાગીદારીની લાલચ આપી હિંમતનગર અને આસપાસના વિસ્તારના રોકાણકારો પાસેથી એક ભેજાબાજે ભોગ બનનાર અને તેમના સગા-સંબંધીઓ તેમજ પરિચિતો પાસેથી કુલ ₹85.52 લાખ મેળવી નોટરી લખાણ કરી આપી ઠગાઈ કરનાર સામે ફરિયાદ નોંધાઈ છે. મૂળ ભડવજ નવાગામ તા. મેઘરજના વતની અને હાલ હાજીપુર GEB ક્વાર્ટર્સ ખાતે રહેતા 26 વર્ષીય અવિનાશકુમાર કાન્તીલાલ મનાતે નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમના પિતા સાથે GEBમાં ફરજ બજાવતા પરબતસિંહ ઝાલાના પુત્ર મહિપાલસિંહ (રહે. બોડી, તા. મોડાસા) સાથે તેમની મિત્રતા થઈ હતી. મહિપાલસિંહે હિંમતનગર ખાતે અંકિતા ડેરી પાસે કેસર ગ્રૂપ નામે ઓફિસ શરૂ કરી હોવાનું જણાવી પોતે ઇન્ડિયન શેરમાર્કેટમાં ટ્રેડિંગ કરી તગડો નફો કમાતો હોવાનો દાવો કર્યો હતો. આ શખ્સે ધંધામાં નુકસાન ગયાનું બહાનું કાઢી હાથ ઉછીના નાણાંની માગણી કરી હતી. ભોગ બનનાર પાસે પૂરતી રકમ ન હોવાથી મહિપાલસિંહે જીનલબેનના નામે યસ બેંકમાંથી ₹6.22 લાખની લોન કરાવી રકમ મેળવી હતી. અને લોનના હપ્તા તે પોતે ભરશે તથા દર મહિને નફાનો ભાગ પણ આપશેની બાંહેધરી આપી હતી. શરૂઆતમાં થોડા મહિના હપ્તા અને નફો ચૂકવી વિશ્વાસ જીતી લીધો હતો. ત્યારબાદ મહિપાલસિંહે અન્ય લોકો પાસેથી પણ રોકાણ કરાવવા દબાણ કરતાં અવિનાશકુમારની ફોઇ પાસેથી ₹20 લાખ, જીજાજી પાસેથી ₹3 લાખ, મામા પાસેથી ₹2.20 લાખ તેમજ અવિનાશકુમારના પિતા પાસેથી ₹4 લાખ હાથ ઉછીના મેળવ્યા હતા. આ ઉપરાંત જામળા ગામના અર્જુનસિંહ મકવાણા પાસેથી ₹32.60 લાખ, જીતેન્દ્રસિંહ પાસેથી ₹12.50 લાખ અને ભાવેશકુમાર પટેલ પાસેથી ₹5 લાખ મેળવી સ્ટેમ્પ પેપર પર નોટરી લખાણ કરી આપ્યું હતું. થોડા સમય બાદ મહિપાલસિંહે નફો ચૂકવવાનું અને લોનના હપ્તા ભરવાનું બંધ કરી દીધું હતું. ઉઘરાણી કરતાં તે ખોટા વાયદા કરી ફરાર થઈ ગયો હતો. આખરે અવિનાશકુમારે હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan