crime
9 નવેમ્બરના મેઈન્ટેનન્સ માટે સરોવર બંધ રહેશે:નરસિંહ સરોવર 7થી 15 રાત્રે 12 સુધી ખુલ્લુ રહેશે
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આગામી દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરની મધ્યમાં આવેલા નરસિંહ મહેતા સરોવરના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જૂનાગઢ મનપાના મેયર ધર્મેશ પોશીયાના સૂચન બાદ તહેવારો દરમિયાન નાગરિકો અને બહારથી આવતા પ્રવાસીઓની સુવિધા માટે નિર્ણય કરાયો છે. મનપાના દ્વારા તા. 07 થી તા. 15 નવેમ્બર 2026 સુધી નરસિંહ મહેતા સરોવર રાત્રિના 12:00 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવશે. દિવાળીના દિવસોમાં શહેરીજનો પોતાના પરિવાર સાથે સરોવર ખાતે હરવા-ફરવાનો આનંદ માણી શકે તેમજ તહેવારોમાં શહેરમાં આવતા પ્રવાસીઓ સરોવરની મુલાકાત લઈ શકે તે માટે રાત્રિનો સમય લંબાવાયો છે. જોકે, આ સમયગાળા દરમિયાન તા. 09 નવેમ્બરના રોજ નિયમિત મેઈન્ટેનન્સની કામગીરી હાથ ધરવાની હોવાથી તે દિવસે સરોવર મુલાકાતીઓ માટે બંધ રહેશે. 9 નવેમ્બર સિવાયના તહેવારના દિવસોમાં સરોવર મોડી રાત્રિ સુધી ખુલ્લું રહેશે.
Read full article on Divya Bhaskar