Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

દાદરાનગર હવેલી-દીવ-દમણમાં ઝડપાયેલા 94.276 કિલો ડ્રગ્સનો નાશ:NDPSના 27 કેસોમાં કાર્યવાહી, ડ્રગ્સ વેપારીઓની રૂ.88 લાખની મિલકતો ટાંચમાં લેવાઈ

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 20, 2026 👁 1 views
દાદરાનગર હવેલી-દીવ-દમણમાં ઝડપાયેલા 94.276 કિલો ડ્રગ્સનો નાશ:NDPSના 27 કેસોમાં કાર્યવાહી, ડ્રગ્સ વેપારીઓની રૂ.88 લાખની મિલકતો ટાંચમાં લેવાઈ
વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘ પ્રદેશ દાદરા અને નગરહવેલી તથા દમણ અને દીવમાં ડ્રગ્સના કાળા કારોબાર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. NDPS એક્ટ હેઠળ વિવિધ ગુનાઓમાં જપ્ત કરાયેલા નશીલા પદાર્થોનો કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કોર્ટની મંજૂરીથી સક્ષમ અધિકારીઓની ઉપસ્થિતિમાં નાશ કરવામાં આવ્યો છે. 27 ગુનામાં જપ્ત થયેલા 94.276 કિલો નશીલા પદાર્થોનો નાશ પોલીસના જણાવ્યા મુજબ, દાદરા અને નગરહવેલી તથા દમણ જિલ્લામાં અલગ-અલગ ગુનાઓમાં જપ્ત કરાયેલા કુલ 94.276 કિલોગ્રામ ગાંજો અને અન્ય નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. દાદરા અને નગરહવેલી જિલ્લામાં નોંધાયેલા 22 ગુનાઓમાં જપ્ત કરાયેલા 75.654 કિલોગ્રામ નશીલા જથ્થાનો નાશ કરાયો છે. જ્યારે દમણ જિલ્લામાં નોંધાયેલા 5 ગુનાઓમાં પકડાયેલા 18.620 કિલોગ્રામ નશીલા પદાર્થોનો પણ નિયમ મુજબ નાશ કરવામાં આવ્યો છે. આમ, બંને જિલ્લામાં કુલ 27 કેસમાં 94.276 કિલોગ્રામ નશીલા પદાર્થોનો નાશ કરવામાં આવ્યો છે. ડ્રગ્સ વેપારીઓની રૂ.88 લાખની મિલકતો ટાંચમાં પોલીસે માત્ર નશીલા પદાર્થો જપ્ત કરીને કાર્યવાહી અટકાવી નથી, પરંતુ ડ્રગ્સના નેટવર્કની આર્થિક કમર તોડવા માટે આરોપીઓની સંપત્તિ સામે પણ કાર્યવાહી શરૂ કરી છે. દાદરા અને નગરહવેલી જિલ્લામાં નશીલા પદાર્થોના વેપારમાં સતત સંડોવાયેલા એક આરોપીની આશરે રૂ.88 લાખની મિલકત કાયદાકીય જોગવાઈઓ હેઠળ ટાંચમાં લેવામાં આવી છે. ડ્રગ્સના કારોબારીઓમાં ફફડાટ પોલીસની આ કાર્યવાહીથી ડ્રગ્સના ગેરકાયદે કારોબાર સાથે સંકળાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે. નશીલા પદાર્થોના જથ્થાની જપ્તી અને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી ઉપરાંત ગેરકાયદે રીતે ઉભી કરવામાં આવેલી સંપત્તિ સામે પણ કાર્યવાહી કરવામાં આવશે તેવો સ્પષ્ટ સંદેશ પોલીસ તંત્ર દ્વારા આપવામાં આવ્યો છે. વહીવટદારના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી સંઘ પ્રદેશના વહીવટદારના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા ડ્રગ્સના નેટવર્કને તોડી પાડવા માટે જપ્તી, નશીલા પદાર્થોનો નાશ, આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી તેમજ તેમની મિલકતો ટાંચમાં લેવાની બહુઆયામી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસે નાગરિકોને ડ્રગ્સ અને અન્ય નશાકારક પદાર્થોથી દૂર રહેવા અપીલ કરી છે. સાથે જ 'SAY NO TO DRUGS'ના સંદેશ સાથે નશામુક્ત સમાજના નિર્માણ માટે પોલીસને સહયોગ આપવા પણ લોકોને અપીલ કરવામાં આવી છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan