Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

આ રાજ્યમાં રિક્ષાચાલકોને મોટી રાહત આપતો નિર્ણય, 1 કિલોમીટરથી વધારેની મુસાફરી પર 50રૂ. ચૂકવવા પડશે

📰 Sandesh 🕐 1 min read 📅 October 28, 2026 👁 1 views
આ રાજ્યમાં રિક્ષાચાલકોને મોટી રાહત આપતો નિર્ણય, 1 કિલોમીટરથી વધારેની મુસાફરી પર 50રૂ. ચૂકવવા પડશે
તમિલનાડુ સરકારે ઓટોરિક્ષાના ભાડામાં ફેરફાર કર્યો છે. નવા નિયમો હેઠળ રાત્રિના પ્રવાસ, ઘાટવાળા રસ્તા અને રાહ જોવાના શુલ્ક પણ નક્કી કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે લગભગ 13 વર્ષ બાદ ઓટોરિક્ષાના ભાડામાં ફેરફાર કર્યો છે. નવા નિયમો મુજબ, હવે પ્રથમ 1.8 કિલોમીટરની મુસાફરી માટે મુસાફરોએ ₹25ને બદલે ₹50 ચૂકવવા પડશે. એટલે કે ઓટોરિક્ષાનું લઘુતમ ભાડું સીધું બમણું થઈ ગયું છે. સરકારે 27 ઓક્ટોબરે નવા ભાડા અંગે જાહેરનામું બહાર પાડ્યું છે. તેમાં દિવસના સામાન્ય ભાડા ઉપરાંત રાત્રે મુસાફરી કરવા, ઘાટવાળા રસ્તા પરથી પસાર થવા અને ઓટોરિક્ષાએ રાહ જોવાના શુલ્કમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તમિલનાડુમાં ઓટોરિક્ષાના નવા ભાડા કેટલાં છે? રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા નવા દરો મુજબ, ઓટોરિક્ષામાં મુસાફરી કરતા લોકોએ અંતર અને મુસાફરીના સમય પ્રમાણે ભાડું ચૂકવવું પડશે. નવા દરો આ પ્રમાણે છે. - લઘુતમ ભાડું: પ્રથમ 1.8 કિલોમીટર માટે ₹50. - વધારાના અંતરનું ભાડું: દરેક વધારાના કિલોમીટર માટે ₹25. - ઘાટવાળા રસ્તાનું ભાડું: શરૂઆતનું ભાડું ₹60 રહેશે. - ઘાટ પર વધારાનું શુલ્ક: દરેક વધારાના કિલોમીટર માટે ₹30. - રાત્રિ મુસાફરી: રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી સામાન્ય ભાડાના 1.5 ગણા ચૂકવવા પડશે. - રાહ જોવાનું શુલ્ક: ઓટોરિક્ષા રાહ જુએ તો દર મિનિટે ₹1 ચૂકવવો પડશે. 2013 બાદ ઓટોરિક્ષાના ભાડામાં ફેરફાર કેમ કરાયો? તમિલનાડુમાં ઓટોરિક્ષાના ભાડામાં છેલ્લો ફેરફાર ઓગસ્ટ 2013માં કરવામાં આવ્યો હતો. તે સમયે પ્રથમ 1.8 કિલોમીટર માટે લઘુતમ ભાડું ₹25 નક્કી કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ દરેક વધારાના કિલોમીટર માટે ₹12 ચૂકવવાના થતા હતા. સમય જતાં ઓટોરિક્ષા ચલાવવાનો ખર્ચ વધ્યો છે. આ ઉપરાંત ચાલકોના ખર્ચને લગતા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સરકારે ભાડામાં સુધારો કર્યો છે. નવા દરોમાં શરૂઆતનું ભાડું બમણું કરવામાં આવ્યું છે. સાથે જ પ્રતિ કિલોમીટર ભાડું, રાત્રિ મુસાફરી અને રાહ જોવાના શુલ્કમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. કયા વિસ્તારોમાં નવા દર લાગુ પડશે? નવી ભાડા વ્યવસ્થા ચેન્નઈ મહાનગર વિસ્તાર ઉપરાંત તમિલનાડુના અન્ય વિસ્તારોમાં ચાલતી કોન્ટ્રાક્ટ કેરેજ ઓટોરિક્ષાઓ પર લાગુ કરવા માટે જાહેર કરવામાં આવી છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan