Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
top

આદર્શ પીટીસી કોલેજમાં પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ:કુમકુમ તિલક કરી ચોકલેટ આપી આવકાર્યા, ટ્રસ્ટી પ્રભુ ત્રાસડીયા હાજર રહ્યા

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 October 16, 2026 👁 2 views
આદર્શ પીટીસી કોલેજમાં પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ:કુમકુમ તિલક કરી ચોકલેટ આપી આવકાર્યા, ટ્રસ્ટી પ્રભુ ત્રાસડીયા હાજર રહ્યા
શ્રી આદર્શ પીટીસી કોલેજ, હડદડ બોટાદ ખાતે પ્રથમ વર્ષના તાલીમાર્થીઓનો પ્રવેશોત્સવ ઉજવાયો. આ પ્રસંગે પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને કુમકુમ તિલક કરી અને ચોકલેટ આપી આવકારવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આદર્શ શૈક્ષણિક સંકુલના મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયા હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી, ત્યારબાદ આચાર્યએ શાબ્દિક સ્વાગત કર્યું હતું. બીજા વર્ષની તાલીમાર્થી બહેનોએ ગરબા, ધૂન, કાવ્ય પઠન, સુવિચાર, બાળગીત અને અભિનય ગીત જેવી રજૂઆતો કરી હતી. મેનેજિંગ ટ્રસ્ટી પ્રભુભાઈ ત્રાસડીયાએ પ્રસંગને અનુરૂપ ભાષણ આપ્યું અને પ્રથમ વર્ષના તાલીમાર્થીઓને આવકાર્યા. અંતમાં, બીજા વર્ષની તાલીમાર્થી બહેન દ્વારા આભાર વિધિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન હિરલબેન મકવાણાએ કર્યું હતું. આચાર્ય, અધ્યાપકો અને બીજા વર્ષની તાલીમાર્થી બહેનોએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરી હતી.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan