Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

આણંદ નેશનલ હાઇવે પરથી નશાકારક ટેબલેટ સાથે બે ઝડપાયા:SOGએ 1800 આલ્પ્રાઝોલમ ટેબલેટ સહિત બાઈક અને મોબાઈલ સાથે રૂ.47,354નો મુદ્દામાલ જપ્ત કર્યો

📰 Divya Bhaskar 🕐 1 min read 📅 August 19, 2026 👁 3 views
આણંદ નેશનલ હાઇવે પરથી નશાકારક ટેબલેટ સાથે બે ઝડપાયા:SOGએ 1800 આલ્પ્રાઝોલમ ટેબલેટ સહિત બાઈક અને મોબાઈલ સાથે રૂ.47,354નો મુદ્દામાલ જપ્ત કર્યો
આણંદ જિલ્લામાં નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અમદાવાદ વિભાગ તથા પોલીસ અધિક્ષકશ્રી આણંદની સૂચના અને માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમ પેટ્રોલિંગમાં હતી. નેશનલ હાઈવે-48 પરથી બે શખ્સો ઝડપાયા પેટ્રોલિંગ દરમિયાન એસ.ઓ.જી. ટીમને નેશનલ હાઈવે નંબર-48 પર ફાઉન્ટેન હોટલની સામેથી બે શખ્સો મોટરસાયકલ સાથે શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા હતા. પોલીસે બંનેની તપાસ કરતાં તેમની પાસેથી આલ્પ્રાઝોલમ ઘટક ધરાવતી નશાકારક દવા મળી આવી હતી. પોલીસે બંનેને ઝડપી પાડ્યા હતા. 1800 આલ્પ્રાઝોલમ ટેબલેટ કબજે પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1800 આલ્પ્રાઝોલમ ટેબલેટ, 20 ક્લિયર ન્યૂઝ પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ, બે મોબાઈલ ફોન, ટી.વી.એસ. રાઇડર મોટરસાયકલ અને રોકડ રકમ મળી કુલ રૂ.47,354નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દરમિયાન ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને પણ સાથે રાખવામાં આવ્યો હતો. બંને આરોપીઓ વિરુદ્ધ આણંદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં NDPS Act હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બંને આરોપીઓમાંથી એક અમદાવાદ અને બીજો વડોદરાનો રહેવાસી પકડાયેલા આરોપીઓમાં દર્શન અશોકકુમાર ગોકલાણી, રહે. વૈકુંઠ-2, ખોડીયારનગર, ડી-માર્ટની સામે, વડોદરા શહેર અને દિલીપ મફાજી ઠાકોર, રહે. સારંગપુર, અફઝલખાનનો ટેકરો, નીકલોજ માર્કેટની સામેની ચાલી, અમદાવાદ શહેરનો સમાવેશ થાય છે. રૂ.47,354નો મુદ્દામાલ જપ્ત પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલમાં 1800 આલ્પ્રાઝોલમ ટેબલેટની કિંમત રૂ.4,354, 20 પ્રેગ્નન્સી ટેસ્ટ કીટની કિંમત રૂ.5,800, બે મોબાઈલની કિંમત રૂ.10,000, ટી.વી.એસ. રાઇડર મોટરસાયકલની કિંમત રૂ.25,000 અને રોકડ રૂ.2,200નો સમાવેશ થાય છે. આણંદ જિલ્લા પોલીસ દ્વારા નશીલા પદાર્થોની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર લગામ કસવા માટે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. સામાન્ય જનતા ખાસ કરીને યુવાધન નશાની લતથી દૂર રહે અને તેમનું ભવિષ્ય બરબાદ ન થાય તે હેતુથી પોલીસ દ્વારા આ અસરકારક કામગીરી કરવામાં આવી હોવાનું જણાવાયું છે.
Read full article on Divya Bhaskar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan