દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVP ની શાનદાર જીત, અપક્ષ ઉમેદવારે ચોંકાવ્યા
Dusu Election Results 2026: દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં ABVP એ પ્રેસિડેન્ટ, સેક્રેટરી અને જોઈન્ટ સેક્રેટરીના પદ પર જી મેળવી છે જ્યારે અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીને વાઈસ-પ્રેસિડેન્ટના પદ પર જીત મેળવી છે. દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં એબીવીપી અને એનએસયુઆઈ (ABVP, NSUI) વચ્ચે કડક ટક્કર જોવા મળી હતી. જોકે અપક્ષ અને સમાજવાદી પાર્ટીના વિદ્યાર્થી સંગઠનના ઉમેદવારોએ પણ આ ચૂંટણીમાં પોતાનું દમખમ બતાવ્યું. પ્રમુખ પદ પર ABVP ના યશ ડબાસે જીત નોંધાવી છે તો વળી, સચિવ પદ પર એબીવીપીની રિયા છાબરીએ જીત મેળવી છે. સંયુક્ત સચિવ પદ પર એબીવીપીના લક્ષ્યરાજ ચૌધરી જીત્યા છે. વળી, DUSU ઉપપ્રમુખ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીને જીત મેળવી છે.
કયા પદ પર કોણે જીત નોંધાવી
- પ્રમુખ- યશ ડબાસ (એબીવીપી)
- ઉપપ્રમુખ- દીપાંશુ શૌકીન (અપક્ષ)
- સચિવ- રિયા છાબરી (એબીવીપી)
- સંયુક્ત સચિવ- લક્ષ્યરાજ સિંહ (એબીવીપી)
આ પણ વાંચો...કેન્દ્ર સરકારે બદલી નાંખ્યા આ સ્કીમના નિયમો, કેન્દ્રીય કર્મચારીઓને થશે મોટો ફાયદો
4 માંથી 3 પદો પર ABVP એ માર્યો બાજી
દિલ્હી યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે પ્રમુખ પદ સહિત ત્રણ પદો પર જીત હાંસલ કરી છે. ઉપપ્રમુખ પદ પર અપક્ષ ઉમેદવાર દીપાંશુ શૌકીને જીતનો પરચમ લહેરાવ્યો છે.
VIDEO | Delhi: Lakshya Raj Singh of ABVP wins Joint Secretary post in DUSU polls 2026.
— Press Trust of India (@PTI_News) September 19, 2026
He says, “Students supported us. We won three to one last year as well, and this year, we have won again by three to one.”
(Full video available on PTI Videos - https://t.co/d8jp61yd2p) pic.twitter.com/n7kXmh9zQK
શુક્રવારે થયું હતું મતદાન
જણાવી દઈએ કે, શુક્રવારે વિદ્યાર્થી સંઘની ચૂંટણીમાં 40.46 ટકા મતદાન થયું હતું. ચૂંટણીમાં આરએસએસ સમર્થિત અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) અને કોંગ્રેસ સમર્થિત ભારતીય રાષ્ટ્રીય વિદ્યાર્થી સંગઠન (NSUI) વચ્ચે મુખ્ય ટક્કર હતી. ભારતીય રાજકારણની નર્સરી કહેવાતી દિલ્હી યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી પર સૌની નજર ટકેલી રહે છે અને આ વખતની આ ચૂંટણી એટલા માટે પણ ખાસ રહી, કારણ કે જંતર-મંતર પર થયેલા કોકરોચ જનતા પાર્ટીના પ્રદર્શન પછી થઈ છે, જે GEN-Z ના મૂડને દર્શાવે છે. ડૂસૂ ચૂંટણી દરમિયાન સત્ય નિકેતનમાં પીજી દુર્ઘટનાનો મામલો પણ ચર્ચામાં રહ્યો, જેમાં કેટલાય બાળકોના મોત થયા હતા.
VIDEO | PTI Exclusive: The ABVP on Saturday won the president, secretary and joint secretary posts in the Delhi University Students’ Union (DUSU) elections.
— Press Trust of India (@PTI_News) September 19, 2026
ABVP’s Yash Dabas who won the presidential election said, "This is a victory for the students; it is a victory for... pic.twitter.com/VEtFkd4uNC