crime
Ahmedabad: વાસણામાંથી 1.01 લાખની નશાકારક કફ સિરપ સાથે રીક્ષાચાલક ઝડપાયો
અમદાવાદ શહેરના વાસણા વિસ્તારમાં નશાકારક દવાઓ અને કફ સિરપનું ગેરકાયદે વેચાણ થતું હોવાની ચોક્કસ બાતમી વાસણા પોલીસ ટીમને મળી હતી. બાતમીના આધારે વાસણા પોલીસે ગુપ્ત ઓપરેશન હાથ ધરીને ગરીબનવાજ હોટલની ગલીમાં કુબા મસ્જિદ નજીક દરોડો પાડ્યો હતો. વાસણામાં નશાકારક કફ સિરપનો જથ્થો ઝડપાયો પોલીસ કાર્યવાહી દરમિયાન ત્યાં શંકાસ્પદ હાલતમાં ઊભેલા શાહનવાજ ઉર્ફે શાનું ઉર્ફે દિલ્લી ઈલિયાસ અંસારી નામના શખ્સને કોર્ડન કરીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની ઓટો રિક્ષાની તલાશી લેતાં અંદરથી નશાકારક કોડેઇનયુક્ત કફ સિરપનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આરોપી પાસેથી એક જ કંપનીની કૂલ 387 નંગ કફ સિરપની બોટલો જપ્ત કરી છે. પ્રતિ બોટલ રૂ. 261 ની કિંમત લેખે કફ સિરપની કુલ કિંમત રૂ. 1,01,007થાય છે. આ ઉપરાંત પોલીસે ગુનામાં વપરાયેલી ઓટો રિક્ષા અને મોબાઇલ ફોન મળીને કુલ રૂ. 1,51,507નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે NDPS એક્ટ હેઠળ નોંધ્યો ગુનો ઘટનાસ્થળે બોલાવવામાં આવેલા FSL અધિકારીની પ્રાથમિક તપાસમાં કફ સિરપમાં નશાકારક 'કોડેઇન ફોસ્ફેટ' કેમિકલ હોવાની પ્રબળ શક્યતા જોવા મળી છે. કફ સિરપમાં નશાકારક તત્ત્વો અંગે ચોક્કસ અને સ્પષ્ટ અભિપ્રાય મેળવવા માટે સેમ્પલ ગાંધીનગર સ્થિત DFSL ના નાર્કોટિક્સ વિભાગ ખાતે મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. વાસણા પોલીસે આરોપી શાહનવાજ અંસારી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી, આ નશાકારક જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં તપાસ ચક્ર ગતિમાન કર્યા છે. આ પણ વાંચો: Ahmedabad: રક્ષાબંધન પૂર્વે PM નરેન્દ્ર મોદીને પાકિસ્તાની મૂળના બહેન કમર શેખે મોકલી ખાસ રાખડી
Read full article on Sandesh