Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad: ઘરેલુ હિંસાના કેસમાં 15 વર્ષથી ફરાર આરોપી શૈલેષ પટેલ ઈસનપુરથી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં

📰 Sandesh 🕐 1 min read 📅 August 26, 2026 👁 3 views
Ahmedabad: ઘરેલુ હિંસાના કેસમાં 15 વર્ષથી ફરાર આરોપી શૈલેષ પટેલ ઈસનપુરથી ક્રાઈમ બ્રાન્ચના સકંજામાં
શહેરમાં લાંબા સમયથી નાસતા ફરતા અને વોન્ટેડ જાહેર કરાયેલા આરોપીઓને પકડી પાડવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વિશેષ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ ઝુંબેશના ભાગરૂપે ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં સઘન પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમીના આધારે પોલીસે ઈસનપુર ચાર રસ્તા બ્રિજ નીચે વોચ ગોઠવીને શૈલેષ પટેલ નામના આરોપીને દબોચી લીધો હતો. આરોપી 15 વર્ષ સુધી કોર્ટ અને પોલીસથી ભાગતો રહ્યો પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આરોપી શૈલેષ પટેલ ધરપકડથી બચવા માટે પોતાનું રહેઠાણ બદલીને છેલ્લા ઘણા સમયથી વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં છુપાઈને રહેતો હતો અને પોલીસને થાપ આપી રહ્યો હતો.આરોપી શૈલેષ પટેલનો ગુનાહિત ઇતિહાસ તપાસતા જાણવા મળ્યું છે કે, તેની સામે વર્ષ 2010 માં અમદાવાદના સાબરમતી પોલીસ સ્ટેશનમાં ઘરેલુ હિંસા અને દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ગંભીર ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનો નોંધાયા બાદ તે છેલ્લા 15 વર્ષથી સતત ફરાર હતો. હાજર ન થવા પર વધુ એક ગુનો આરોપી કાયદાકીય પ્રક્રિયાથી બચવા માટે સતત ભાગતો રહ્યો હતો અને કોર્ટ કે પોલીસ સમક્ષ હાજર થતો ન હતો. તેની આ ગેરહાજરીના કારણે વર્ષ ૨૦૧૩ માં તેની વિરુદ્ધ સાબરમતી પોલીસ મથકમાં વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હાલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરીને આરોપી શૈલેષ પટેલને વધુ તપાસ અર્થે સાબરમતી પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે. આ પણ વાંચો: Surat: સરથાણામાં પ્રતિબંધિત દવાઓનું ઓનલાઇન રેકેટ ઝડપાયું, સ્કૂલ-કોલેજના વિદ્યાર્થીઓ કોલ્ડ્રિંક્સ અને ફ્રૂટ જ્યુસમાં ભેળવી કરતા નશો
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan