Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સપાટો! સાંતેજના પ્રોહિબીશન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો

📰 Sandesh 🕐 1 min read 📅 August 19, 2026 👁 1 views
Ahmedabad ક્રાઈમ બ્રાન્ચનો સપાટો! સાંતેજના પ્રોહિબીશન કેસનો નાસતો ફરતો આરોપી ઝડપાયો
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવાની દિશામાં વધુ એક મહત્વની કામગીરી કરતા ગાંધીનગર જિલ્લાના સાંતેજ પોલીસ સ્ટેશનના પ્રોહિબીશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે બોડકદેવ-આંબલી રોડ પર આવેલી રેલવે સ્ટેશનના ગેટ પાસેથી આરોપી મનહરભાઇ બાબુભાઇ તળપદાને દબોચી લેવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી મૂળ અમદાવાદ જિલ્લાના વિરમગામનો રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે. આરોપી સામે અગાઉ પ્રોહિબીશન, જી.પી. એક્ટ અને PASA હેઠળ 7 ગુના નોંધાયેલા ઝડપાયેલો આરોપી મનહરભાઇ તળપદા રીઢો અને ગુનાહિત ઈતિહાસ ધરાવતો આરોપી છે. તેની સામે અગાઉ પ્રોહિબીશન અને જી.પી. એક્ટ હેઠળ કુલ 7 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. જેમાં અમદાવાદ શહેરના સોલા હાઇકોર્ટ, બોડકદેવ અને વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન જેવા વિસ્તારોમાં તેની સામે કાયદેસરની કાર્યવાહી થયેલી છે. આ ઉપરાંત તેની અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને કારણે ભૂતકાળમાં તેની સામે પાસા (PASA) હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી ચૂકી છે. આગળની કાયદેસરની કાર્યવાહી અર્થે સાંતેજ પોલીસને સોંપાયો સાંતેજ પોલીસ સ્ટેશનના ગુનામાં લાંબા સમયથી પોલીસને ચકમો આપી નાસતો ફરતો હોવાથી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તેની સઘન શોધખોળ કરવામાં આવી રહી હતી. અંતે ચોક્કસ બાતમી મળતા જ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી લીધો છે. ધરપકડ બાદ પોલીસે જરૂરી કાગળિયા અને પ્રાથમિક પૂછપરછ પૂર્ણ કરીને આરોપી મનહર તળપદાને આગળની કાયદેસરની તપાસ અને કાર્યવાહી માટે ગાંધીનગરની સાંતેજ પોલીસ ટીમ સમક્ષ સોંપવાની તજવીજ હાથ ધરી છે. આ પણ વાંચો : Dangમાં દારૂના જથ્થા પર પોલીસનો સપાટો! 4 આરોપી ઝડપાયા, રૂ.9.44 લાખનો મુદ્દામાલ જપ્ત
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan