crime
Ahmedabad: રખિયાલમાં પોલીસે 519.8 ગ્રામ ગાંજા સાથે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં નશાકારક પદાર્થોના વેચાણ અને હેરાફેરી સામે પોલીસે લાલ આંખ કરી છે. રખિયાલ પોલીસ મથકની ટીમે ચોક્કસ બાતમીના આધારે રખિયાલમાં આવેલી મતીન હકીમની ચાલીમાં દરોડો પાડ્યો હતો. આ સઘન ચેકિંગ દરમિયાન પોલીસે સ્થળ પરથી 519.8ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો હતો. રખિયાલમાં મતીન હકીમની ચાલીમાં પોલીસની રેડ પોલીસના જણાવ્યા અનુસાર, જપ્ત કરાયેલા આ ગાંજાની બજાર કિંમત અંદાજે રૂ. 25,950 થાય છે. આ સાથે પોલીસે નશાના કારોબાર સાથે જોડાયેલા બે આરોપીઓની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીઓ પાસેથી રૂ. 25,950 ની કિંમતનો ગાંજો, રૂ. 18,780 ની રોકડ રકમ તેમજ ૨ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. આમ, કુલ રૂ. 59, 730 નો મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો છે. ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો પોલીસે મોહમંદ આસીફ ઉર્ફે ઈકબાલ શેખ અને હીના કૌશર શેખ નામના બે શખ્સોની અટકાયત કરી છે. ગાંજાની આ સપ્લાય ચેન ક્યાંથી શરૂ થતી હતી તેની તપાસમાં મતીન લિયાકતભાઈ લીલગર નામના અન્ય એક આરોપીનું નામ બહાર આવ્યું છે, જેને પકડવા પોલીસે તજવીજ હાથ ધરી છે. રખિયાલ પોલીસે NDPS મુજબ ગુનો નોંધી સમગ્ર સપ્લાય નેટવર્કને તોડી પાડવા માટે આગળની તપાસ તેજ કરી છે. આ પણ વાંચો: Ahmedabad: વર્લ્ડ સિનિયર સિટીઝન ડે ના દિવસે ગુજરાત પોલીસ વડીલોના દ્વારે, 2300 સિનિયર સિટીઝનોની મુલાકાત લઈ સંવાદ સાધ્યો
Read full article on Sandesh