Ahmedabad Building collapse: ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના
ધોધમાર વરસાદ વચ્ચે અમદાવાદના ખાડીયામાં સર્જાઈ મોટી દુર્ઘટના. ખાડીયા ચાર રસ્તા નજીકનું ત્રણ માળનું જુનુ મકાન ધરાશાયી થતા એક મહિલાનું મોત નિપજ્યું.. જ્યારે ત્રણથી વધુ ઈજાગ્રસ્તો હાલ સારવાર હેઠળ છે. મકાન ધરાશાયી થતા જાનવીબેન રાણા, પાર્થ રાણા, આશાબેન કાટમાળ નીચે દટાયા હતા.. મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી હતી.. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની અને બચાવ કામગીરી શરૂ કરી હતી.. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત માતા-પુત્રી સહિત ત્રણ લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.. જો કે કાટમાળ નીચે દટાયેલા સોનલબેનને હેમખેમ બહાર કાઢવા ફાયર બ્રિગેડના 35 જેટલા જવાનો ભારે જહેમત કરી.. અંદાજિત ત્રણ કલાક સુધી કટરથી લોખંડના સળીયા કાપી, કાટમાળ હટાવીને સોનલબેનને ફાયર બ્રિગેડના જવાનોએ બહાર તો કાઢ્યા.. કાટમાળમાંથી બહાર કાઢી સોનલબેનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.. જો કે સારવાર દરમિયાન સોનલબેનનું મોત નિપજ્યું..પ્રાથમિક તપાસમાં પરિવાર દુર્ઘટનાગ્રસ્ત મકાનમાં ભાડેથી રહેતા હોવાનો ખુલાસો થયો છે.. મકાન જુનુ અને જર્જરિત હોવાથી મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગે તપાસ હાથ ધરી..