Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
top

Ahmedabad: કેન્દ્રીય એવિએશન મંત્રી રામ મોહન નાયડુ અને CM ભૂપેન્દ્ર પટેલે કરાવી ‘હબ એન્ડ સ્પોક’ મોડલની શરૂઆત

📰 Sandesh 🕐 1 min read 📅 September 1, 2026 👁 5 views
Ahmedabad: કેન્દ્રીય એવિએશન મંત્રી રામ મોહન નાયડુ અને CM ભૂપેન્દ્ર પટેલે કરાવી ‘હબ એન્ડ સ્પોક’ મોડલની શરૂઆત
ગુજરાતને દેશ અને દુનિયાનું મુખ્ય એવિએશન હબ બનાવવાના દિશામાં એક મોટું કદમ ઉઠાવાયું છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ દ્વારા અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી 'હબ એન્ડ સ્પોક' ઓપરેશન્સનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ મોડલ હેઠળ અમદાવાદ એરપોર્ટને સેન્ટ્રલ 'હબ' બનાવીને રાજ્યના અને દેશના નાના-મોટા 'સ્પોક' (શહેરો) ને ફ્લાઇટ્સના નેટવર્કથી સાંકળવામાં આવશે. અમદાવાદ બનશે દેશનું મુખ્ય એવિએશન હબ આ નવી વ્યવસ્થાથી મુસાફરોને નાના શહેરોમાંથી મુખ્ય શહેરો કે વિદેશ જવા માટે ઝડપી અને સીધી કનેક્ટિવિટી મળશે. આ પહેલથી રાજ્યમાં પ્રવાસન, વેપાર, ઉદ્યોગ અને નવા મૂડીરોકાણને મોટો વેગ મળવાની પૂરેપૂરી શક્યતા છે. કાર્યક્રમમાં ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘હબ એન્ડ સ્પોક’ મોડલને આવકારતા મહત્વપૂર્ણ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “દેશનો 7.8 ટકાનો વિકાસ દર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરંદેશી વિચારધારા અને કલ્યાણકારી નીતિઓની સાક્ષી પૂરે છે. આ વિકાસ દરનો સીધો ફાયદો દેશના છેવાડાના સામાન્ય નાગરિક સુધી પહોંચી રહ્યો છે.” નાના શહેરો સાથે એર કનેક્ટિવિટી થશે વધુ મજબૂત એક સમયે વિમાનમાં મુસાફરી કરવી એ માત્ર અમીરોનો વિશેષાધિકાર ગણાતો હતો, પરંતુ 'ઉડાન' (UDAN) યોજનાના કારણે સામાન્ય વર્ગના 1.68 કરોડથી વધુ લોકોએ હવાઈ સફરનો આનંદ માણ્યો છે.2014 માં દેશમાં માત્ર 74 એરપોર્ટ કાર્યરત હતા, જે વડાપ્રધાનના નેતૃત્વમાં વધીને આજે 166 એરપોર્ટ થયા છે. ગુજરાતમાં પણ હાલ 19 એરપોર્ટ છે, જેમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સામેલ છે.વારાણસીથી શરૂ થયેલી ફ્લાઇટે હબ એન્ડ સ્પોક મોડલનું સફળ ઉદાહરણ પૂરું પાડ્યું છે. અમદાવાદ ખાતે આ મોડલ શરૂ થવાથી વિમાન પ્રવાસીઓની નાની-મોટી સમસ્યાઓનો ઉકેલ આવશે અને 'વિકસિત ભારત 2047' નો સંકલ્પ સાકાર થશે. આ પણ વાંચો: Gandhinagr: આર્મ્સ યુનિટના DGP રાજુ ભાર્ગવ વયનિવૃત્ત, ACB ડાયરેક્ટર પિયુષ પટેલને સોંપાયો વધારાનો ચાર્જ
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan