Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Carpooling Pricing Register Free
crime

Ahmedabad News: 19 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ખુલાસો! પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન અને ક્રિપ્ટોકરન્સીથી સોદા!

📰 Sandesh 🕐 1 min read 📅 October 28, 2026 👁 2 views
Ahmedabad News: 19 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે મોટો ખુલાસો! પાકિસ્તાન અને બાંગ્લાદેશ કનેક્શન અને ક્રિપ્ટોકરન્સીથી સોદા!
અમદાવાદમાં શાળાઓ, ગુજરાત હાઈકોર્ટ, મેયર ઓફિસ અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિતનાં અત્યંત સંવેદનશીલ સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાના મામલે સાયબર ક્રાઇમ બ્રાન્ચે એક સનસનાટીભર્યો પર્દાફાશ કર્યો છે. પોલીસ અને સાયબર નિષ્ણાતોની ઊંડી તપાસમાં સામે આવ્યું છે કે, દેશમાં ભયનું વાતાવરણ ઊભું કરવા માટે મોકલવામાં આવેલા ધમકીભર્યા ઈમેઇલ્સના તાર પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે સીધા જોડાયેલા છે. હેક કરાયેલા Gmail એકાઉન્ટનો ઉપયોગ કરીને ટેલિગ્રામ અને વોટ્સએપ મારફતે આ ધમકીઓ મોકલવામાં આવી હતી. 16 સ્થળોને નિશાન બનાવી મોકલાયા હતા ઈમેઇલ તપાસની વિગતો મુજબ, ગત 7 તારીખે 'ડેનિસ લોંગ' અને 'ડબલ્યુ.જે. કેન' નામના ખોટા આઈડી હેઠળ બે Gmail એકાઉન્ટ પરથી ધમકીભર્યા મેઇલ રવાના કરવામાં આવ્યા હતા. આ ઈમેઇલ્સમાં ખાલિસ્તાની લખાણોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ધમકીમાં અમદાવાદ શહેરની 10 શાળાઓ, મેયર ઓફિસ, ગુજરાત હાઈકોર્ટ, મેટ્રો કોર્ટ, અન્ય કોર્ટ સંકુલો તેમજ વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત કુલ 16 સ્થળોને બોમ્બથી ઉડાવી દેવાની ચિંતાજનક વાત કહેવાઈ હતી. સાયબર ક્રાઇમે ઈમેઇલના હેડર સહિતની ટેકનિકલ વિગતો મેળવતા પ્રાથમિક તપાસમાં જ આ એકાઉન્ટ બાંગ્લાદેશ સાથે જોડાયેલા હોવાનું અને રાવલપિંડી (પાકિસ્તાન) તેમજ બાંગ્લાદેશથી ઓપરેટ થયાનું સામે આવ્યું હતું. 27 ઓક્ટોબર, 2026ના રોજ ફરી ધમકી, 19 સ્થળો હિટલિસ્ટ પર મુકાયા આ કેસની તપાસ ચાલી રહી હતી તે દરમિયાન જ 27 ઓક્ટોબર, 2026ના રોજ ફરી એકવાર ધમકીભર્યો ઈમેઇલ મોકલવામાં આવ્યો હતો. આ વખતે ધમકીનો દાયરો વધારીને અમદાવાદની 14 શાળાઓ, મેયર ઓફિસ, ગુજરાત હાઈકોર્ટ, મેટ્રો કોર્ટ, ઘીકાંટા કોર્ટ, સિટી સિવિલ કોર્ટ અને નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ સહિત 19 સ્થળોનો ઉલ્લેખ કરાયો હતો. આ બીજા ઈમેઇલના ટેકનિકલ તાર બાંગ્લાદેશના રંગપુર અને પાકિસ્તાનના લાહોર શહેર સાથે જોડાયેલા હોવાનું તપાસ અધિકારીઓને જાણવા મળ્યું છે. =" target="_blank"> = પશ્ચિમ બંગાળથી ધરપકડ અને ક્રિપ્ટોકરન્સી દ્વારા ફંડિંગનો ખુલાસો અગાઉ ખાલિસ્તાની સંગઠનના નામે મળેલી ધમકીઓની તપાસ દરમિયાન પોલીસે પશ્ચિમ બંગાળમાંથી એક આરોપીની ધરપકડ કરી હતી. પકડાયેલા આરોપીની આકરા પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો બહાર આવી છે. તેણે કબૂલાત આપી હતી કે તેણે ભારતમાંથી હેક કરેલા Gmail એકાઉન્ટ્સ બાંગ્લાદેશના એક શખ્સને વેચ્યા હતા. ત્યારબાદ બાંગ્લાદેશી હેકરે આ એકાઉન્ટ્સ પાકિસ્તાનમાં બેઠેલા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચાડ્યા હતા. આ સમગ્ર ગેરકાયદે ખરીદ-વેચાણનું પેમેન્ટ ક્રિપ્ટોકરન્સી મારફતે કરવામાં આવ્યું હતું. તહેવારો અને મોટા આયોજનો સમયે ભય ફેલાવવાનું ષડયંત્ર? અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચે આ સમગ્ર મામલે બે અલગ-અલગ FIR નોંધીને વધુ તપાસ ઝડપી બનાવી છે. પોલીસ હવે એ દિશામાં પણ તપાસ ચલાવી રહી છે કે, ભારતમાં આગામી તહેવારો અને મહત્ત્વનાં રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય આયોજનો દરમિયાન જનતામાં ભય અને અસુરક્ષાનો માહોલ ઊભો કરવા માટે આ આંતરરાષ્ટ્રીય નેટવર્કનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કેમ. હાલ સમગ્ર કેસમાં ટેકનિકલ સબૂતો એકત્રિત કરી આગળની કાનૂની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan