top
Ahmedabad News: ચૂંટણી પંચ સામે રોષનો અવાજ, NSUI અને સામાજિક આગેવાનો દ્વારા વિરોધ માર્ચ
અમદાવાદમાં ચૂંટણી પંચ સામે આક્રમક વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે. અમદાવાદ શહેરના પ્રખ્યાત અંધજન મંડળ ખાતે NSUI, વિવિધ સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં યુવાનો એકત્ર થયા હતા. અહીં ચૂંટણી પંચ અને જ્ઞાનેશ કુમારની કામગીરી સામે ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. પ્લેકાર્ડ સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવાયો આ વિરોધ પ્રદર્શન દરમિયાન યુવાનો અને કાર્યકરોએ હાથમાં પ્લેકાર્ડ્સ પકડીને ચૂંટણી પંચ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયાને લઈને પોતાના અસંતોષને વ્યક્ત કરવા માટે ભારે સૂત્રોબાજી કરવામાં આવી હતી, જેના કારણે આસપાસના વિસ્તારમાં પણ ભારે ચર્ચા જાગી હતી. અંધજન મંડળથી વસ્ત્રાપુર તળાવ સુધી કાઢવામાં આવી માર્ચ પ્રદર્શન બાદ આ તમામ વિરોધકર્તાઓ અંધજન મંડળથી શરૂ કરીને વસ્ત્રાપુર તળાવ સુધી વિશાળ માર્ચ લઈને આગળ વધ્યા હતા. રસ્તામાં પણ સૂત્રોચ્ચાર ચાલુ રાખીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો, જેને લઈને પોલીસે પણ ચુસ્ત બંદોબસ્ત અને સતર્કતા દાખવી હતી.
Read full article on Sandesh