Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
crime

Ahmedabad News: ગુજરાત ATSએ HPCL લાઇનમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગના 8 આરોપીને ઝડપ્યા

📰 Sandesh 🕐 1 min read 📅 August 11, 2026 👁 7 views
Ahmedabad News: ગુજરાત ATSએ HPCL લાઇનમાંથી ઓઇલ ચોરી કરતી ગેંગના 8 આરોપીને ઝડપ્યા
ગુજરાત ATS અને રાજસ્થાન પોલીસે સાથે મળીને એક સફળ ઓપરેશન પાર પાડી HPCLની પાઈપલાઈનમાંથી ઓઈલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગનો પર્દાફાશ કર્યો છે.આ ગેંગે જમીનમાં પાઈપલાઈનને ગેરકાયદેસર પંચર કરીને વાલ્વ લગાવી ઓઈલ ચોરી કરવાનું મોટું કાવતરું રચ્યું હતું. ગુજરાત ATSએ ચોક્કસ બાતમીના આધારે અમદાવાદ-રાજકોટ હાઈવે પર કુવાડવા નજીકથી એક શંકાસ્પદ આરોપીની અટકાયત કરી હતી.તેની કડક પૂછપરછમાં મળેલી વિગતોના આધારે રાજસ્થાનના બાલોત્રા જિલ્લાના કાલુડી ગામની સીમમાં દરોડો પાડવામાં આવ્યો હતો.ત્યાં આવેલા એક ઢાબા પરથી અન્ય 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.પોલીસે કુલ 8 આરોપીઓની ધરપકડ કરી છે. ઘટનાસ્થળે પાઈપલાઈનની તપાસ કરવામાં આવી HPCLના અધિકારીઓ અને રાજસ્થાન પોલીસની હાજરીમાં ઘટનાસ્થળે પાઈપલાઈનની તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન ખુલાસો થયો હતો કે આરોપીઓએ જમીનમાં 3થી 4 ફૂટ ઊંડા ખાડા ખોદીને પાઈપલાઈનમાં ગેરકાયદે વાલ્વ ફીટ કર્યા હતા.જેના દ્વારા તેઓ અંધારાનો લાભ લઈને ઓઈલ ચોરી લેતા હતા. ઝડપાયેલા આરોપીઓમાં મહેસાણાના ઘનશ્યામ નવીનચંદ્ર સોની,ધોરાજીના જયરાજસિંહ ભરતસિંહ ચુડાસમા, મુકેશ કુમાર શંકરલાલ મેઘવાલ, રણજિત રામધની ચોરસિયા, રમેશ પ્રહલાદજી ઠાકુર, સુરેજી ભોપાજી ઠાકુર, મહેશ બાબુજી ઠાકુર તેમજ ઉત્તર પ્રદેશના દિલિપ ઓમપ્રકાશ યાદવનો સમાવેશ થાય છે. આરોપીઓ રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલા હતાં આ સમગ્ર કૌભાંડ અંગે રાજસ્થાનના જાસોલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ઝડપાયેલા 8 આરોપીઓ ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ સાથે સક્રિય રીતે જોડાયેલા હતા.આ આંતરરાજ્ય ગેંગના તાર ક્યાં સુધી જોડાયેલા છે અને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાનું ઓઈલ ચોરી કરી વેચવામાં આવ્યું છે તે દિશામાં ગુજરાત ATS દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ કૌભાંડમાં સામેલ અન્ય ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે સર્ચ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. આ પણ વાંચોઃ Patan Police ઊંઘતી રહી અને SMCએ કરી રેડ, કોંગ્રેસ કોર્પોરેટર સહિત 28 ઝડપાયા
Read full article on Sandesh

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan